મરતા પહેલા દર્શન પણ ન થઇ શક્યા- શ્રીનાથજીના દર્શને જતા પરિવારને નડ્યો અકસ્માત, એકનું મોત અને છ ઘાયલ- ઓમ શાંતિ

અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મહેસાણા (Mehsana)ના ખેરાલુ(Kheralu) તાલુકાના કાદરપુર(Kadarpur) ગામ…

અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મહેસાણા (Mehsana)ના ખેરાલુ(Kheralu) તાલુકાના કાદરપુર(Kadarpur) ગામ પાસે આજે વહેલી સવારે કાર(car) અને ડમ્પર(Dumper) વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક પણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર પરિવાર નાથદ્વારા શ્રીનાથજી(Nathdwara Srinathji) દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.

ખૂંટ પરિવારમાં માતમ છવાયો:
મળતી માહિતી અનુસાર, આ પરિવાર અર્ટિંગા કાર લઈ નાથદ્વારા શ્રીનાથજી દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત નડ્યો હતો. તેઓની કાર મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતના કારણે હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો.

આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર દિનેશભાઈ ખૂંટ અને તેમના પત્ની શોભનાબેન ખૂંટના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર દક્ષિણ ગુજરાતના કોઈ જિલ્લાનો રહેવાસી હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કાળમુખા ડમ્પરની ટક્કરથી કારના ફુરચા નીકળી ગયા:
આ અકસ્માત સવારે ચાર વાગ્યાના અરસામાં સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કાર અને ડમ્પર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. કારની અંદર સવાર મુસાફરોને કારના કાચ તોડીને બહાર કાઢવાની ફરજ પડી હતી. દંપતીનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *