‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ચાહકોને આંચકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. તારક મહેતા સીરીયલમાં ચંપકચાચા નું પાત્ર ભજવી રહેલા અમિત ભટ્ટ તાજેતરમાં જ સેટ પર ઢળી પડ્યા હતા. કહેવાય છે કે આ ઘટનામાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરોએ સંપૂર્ણપણે બેડરેસ્ટ રહેવાની સલાહ આપી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સીરીયલનું શૂટિંગ પણ નથી કરી રહ્યા.
થોડા સમય પહેલા જ નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક નું અવસાન થતા ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરાઈ ગઈ હતી. ત્યારે આ સીરીયલના વરિષ્ઠ કલાકાર ચંપકચાચાના આવા સમાચાર સામે આવતા ચાહકોમાં એરાટેટી મચી ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંપકલાલનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ જેઠાલાલથી પણ નાના છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કરતા અમિત ભટ્ટ પાંચ વર્ષ નાના છે.
કેવી રીતે થઈ ઇજા?
સૂત્ર દ્વારા માહિતી મળી કે, તારક મહેતાના શૂટિંગ દરમિયાન એક સીનમાં ચંપક ચાચાને દોડવાનું હતું. આ સીન દરમિયાન તેમણે બેલેન્સ ગુમાવ્યું અને પડી ગયા હતા. જેના કારણે ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરે અમિત ભટ્ટને સંપૂર્ણપણે બેડરેસ્ટ રહેવાની સલાહ આપી છે. આ સીરીયલના મેકર્સ પણ અમિત ભટ્ટને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને તેમને જણાવ્યું છે કે, ‘જ્યારે તમે સંપૂર્ણપણે ઠીક થઈ જાવ ત્યારે જ સેટ પર આવજો.’
ચંપકચાચાનું પાત્ર નિભાવવું સહેલું નથી…
જાણવા મળ્યું છે કે, અમિત ભટ્ટ તારક મહેતા સીરીયલમાં નેચરલ લુકમાં દેખાવા દર બીજા-ત્રીજા દિવસે મુંડન કરાવતા હતા. સીરીયલની શરૂઆતનો લુક જોઈએ તો ખ્યાલ આવે. અમિત ભટ્ટ જણાવતા કહે છે કે, ‘સીરીયલ ની શરૂઆતમાં મેં 283 વાર મુંડન કરાવ્યું હતું. દર બીજા-ત્રીજા દિવસે મુંડન કરાવવાથી મને સ્ક્રીન ઇન્ફેક્શન પણ થયું હતું. ડોક્ટરે સલાહ આપી હતી કે હવે મુંડન ના કરાવે.’ ત્યાર પછી સીરીયલના મેકર્સે સમસ્યાનો તોડ કાઢવા અમિત ભટ્ટને સીરીયલમાં ગાંધી ટોપી આપી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.