ભાભીએ ઉભા રોડે દોડાવી બુલેટ, સ્વેગ જોઈ ભાન ભૂલ્યા જુવાનીયા… જુઓ VIRAL વિડીયો

Published on: 6:47 pm, Sat, 26 November 22

આજના સમયમાં એક પછી એક વીડિયો સોશિયલ મીડિયા પર VIRAL થઈ રહ્યા છે. જેમાંથી મોટા ભાગના તેમની અલગ અને અનોખી સ્ટાઈલને કારણે લોકોની પસંદગી બની જાય છે, જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે અને તે વીડિયો ટૂંક સમયમાં કવર થઈ જાય છે. હાલ ઇન્સ્ટાગ્રામમાં sona_omi પર VIRAL થયેલો એક ભાભીનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જ્યાં દેશી લુકમાં ભાભીની બાઈકર સ્ટાઈલ લોકોને આકર્ષી રહી છે. આ વીડિયોને 50 હજારથી વધુ લાઈક્સ મળી છે, અને લાખો વ્યૂહ મળી ચુક્યા છે.

VIRAL વીડિયોમાં એક મહિલા પરંપરાગત ગુર્જર ડ્રેસમાં દેખાઈ રહી છે. જ્યારે બુલેટ ફૂલ સ્પીડમાં રસ્તા પર દોડતું જોવા મળી રહ્યું છે, આ જોઇને દર્શકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ દરમિયાન ભાભીએ તેની એક સહેલીને પણ પોતાની પાછળ બેસાડી હતી. જેની સાથે તે ફૂલ સ્પીડમાં ક્યાંક જઈ રહી હતી. તે સમયે રસ્તા પર કોઈ તેનો વીડિયો પણ બનાવી રહ્યું હતું. ત્યારબાદ બુલેટ સાથે ભાભીની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ VIRAL થઈ ગઈ હતી. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by sonaomi gurjar (@sona_omi)

ભાભીની બુલેટ ચલાવવાની સ્ટાઈલ ક્યાંય પણ કોઈ પુરુષ કરતાં નબળી લાગતી ન હતી. આત્મવિશ્વાસ પણ જોરદાર હતો અને સ્પીડની તો શું વાત કરવી… સ્પીડ પણ જબરદસ્ત હતી. બાઇક ચલાવતી વખતે તે કેમેરામેન સામે જોઇને હસતી દેખાઈ રહી છે. વિડીયો વાયરલ થતા લોકોને ભાભીનો દેશી સ્વેગ અને શાનદાર સ્ટાઈલ ખૂબ પસંદ આવી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે, અને 50,000થી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.