છેલ્લા ઘણા સમયથી ગરબા(Garba) રમતી વખતે અથવા તો ડાન્સ(Dance) કરતી વખતે મૃત્યુ થાય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું લગ્નમાં ડાન્સ કરતી વખતે અચાનક જ મોત થયું હતું. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ ઝડપથી વાયરલ(Viral video) થઈ રહ્યો છે. આ ઘટના બનતા જ લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.
જોતજોતામાં માતમમાં ફેરવાઈ લગ્નની ખુશી- ડાન્સ કરતા કરતા જ ઢળી પડ્યા અને આંબી ગયું મોત#viral #video #death #વારાણસી #news #trishulnews pic.twitter.com/9RPwlUGsJx
— Trishul News (@TrishulNews) November 29, 2022
મળતી માહિતી અનુસાર, આ ઘટના વારાણસીમાંથી સામે આવી છે. જ્યાં 40 વર્ષીય મનોજ નામનો વ્યક્તિ લગ્નમાં ડાન્સ કરતી વખતે અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. જેને પગલે સબંધી દ્વારા મનોજભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે મનોજભાઈને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જાણવા મળ્યું છે કે, મનોજ પોતાની પત્ની અને દીકરા સાથે ભત્રીજાના લગ્નમાં ગયો હતો. અહીંથી જાન નીકળવાની હતી અને જાન લખનવ જવાની હતી. જાનમાં સંબંધીઓ ઢોલ નગારાના તાલ ઉપર એક અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા હતા. જાનમાં મનોજ પણ ખૂબ જ અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન પાંચ સાત મિનિટ ડાન્સ કર્યા બાદ અચાનક જ તેઓ ઢળીને જમીન પર પડ્યા હતા.
આ અંગે ડોકટરોનું કહેવું છે કે, ડાન્સ કરતી વખતે અચાનક જ મનોજભાઈને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મનોજભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. મનોજભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.