ઉમેદવાર બોલ્યા: તમે મારી બેન સાથે ઘરે રાતે રહો તો મારો મતદાર વધે… સાંભળો બીજુ શું કહ્યું?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આજે છેલ્લો દિવસ છે, દરેક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં સભાઓ યોજી રહ્યા છે અને મતદારોને રીઝવવાના અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવાર દ્વારા એવી વાત કરવામાં આવી હતી જેને સાંભળતા જ લોકો ખખડી પડ્યા હતા.

વાસ્તવમાં જવાહરભાઈ બોલ્યા હતા કે, “તમે મારી બહેન સાથે ઘરે રાતે રહો તો મારા મતદાર વધે…” આ નિવેદનથી સભામાં હાજર હર કોઈ લોકો ખખડી પડ્યા હતા. સાથે જ આ ઘટનાનો વિડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વિધાનસભા 87 માણાવદર મેંદરડાના ધારાસભ્ય જવાહર ભાઈએ પોતાના મત વિસ્તારમાં એક સભા યોજી હતી. આ સભામાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ હાજર હતા. ઉમેદવાર જવાહરભાઈ લોકોને સંબોધી રહ્યા હતા. તે દરમિયાન જ જવાહરભાઈ એવું બોલી ઉઠ્યા હતા કે, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જવાહરભાઈ પોતાની આ સભામાં કહી રહ્યા હતા કે, અત્યાર સુધી તમારા ગામમાં વિકાસના કાર્યો કર્યા અને આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. ઘણા કામ થયા અને ઘણા બાકી છે જે આવનારા સમયમાં પૂર્ણ થશે. જે કામ બાકી છે તે પૂરા કરવાનો અમારો નિયમ છે. આ દરમિયાન ધારાસભ્ય એ ગામવાસીઓને કહ્યું હતું કે, “આપણે મોડી રાત્રે ખેતરમાં પાણી ભરવા જવાનું થતું નથી.” આ વાતમાં કોઈએ રસ દાખવ્યો નહતો, પછીથી ધારાસભ્ય એ કહ્યું “તમને લોકોને સૌથી વધુ રસ જ એ વાતમાં છે કે, રાતે તમે મારી બેન સાથે રહો ને તેમાં મારા મતદાર વધે”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *