ચૂંટણી પરિણામોને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વિવિધ ન્યુઝ ચેનલ ઉપર વોટીંગ પોલ બતાવવામાં આવી રહ્યા છે. દરેક પોલમાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે. અને ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટી ડબલ ડીઝીટની સીટો પણ મેળવી નહિ શકે તેવું સર્વેમાં દેખાઈ રહ્યું છે. પરંતુ સાચું પરિણામ તો આઠ ડિસેમ્બરે જ જણાશે.
સી આર પાટીલે મતદાન બાદ કમલમ ખાતે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વિધાનસભા 2022 ની ચૂંટણીના પરિણામોમાં એક, બે નહીં પરંતુ ત્રણ ત્રણ રેકોર્ડ તોડશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વધુમાં જણાવતા કહ્યું કે, જે રીતે ભાજપની અપેક્ષા છે તે પ્રમાણે રેકોર્ડ સીટ, રેકોર્ડ લીડ અને રેકોર્ડ વોટ શેર સાથે ફરી એક વખત વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે.
PM મોદીના રોડ શો થી વિપક્ષના ચૂંટણી પંચને સવાલ…
ગઈકાલે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં મતદાન આપવા પહોંચ્યા હતા. ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન થયું હતું. પ્રધાનમંત્રી મોદી પણ અમદાવાદની રાણીપની શાળામાં પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલી અઢી કિલોમીટરનો રોડ શો કર્યો હતો. ત્યારે વિપક્ષે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ આંખ આડા કાન કરીને બેઠું છે. પ્રધાનમંત્રી આચારસંહિતાનું ભંગ કરી રહ્યા છે છતાં કોઈપણ પગલાં લઈ રહ્યું નથી.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતના દરેક પાર્ટીના ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. આવનારી 8 ડિસેમ્બર નક્કી કરશે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બની રહી છે. અત્યાર સુધીના એક્ઝિટ પોલ ની વાત કરીએ તો, દરેક પોલમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. ત્યારબાદ કોંગ્રેસ અને છેલ્લે આમ આદમી પાર્ટી… AAP કહી રહ્યું છે કે દિલ્હી અને પંજાબમાં પણ દરેક પોલમાં આમ આદમી પાર્ટી પાછળ હતી છતાં સરકાર આમ આદમી પાર્ટીની બની હતી. હવે આઠ ડિસેમ્બરે જ ખ્યાલ આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં કોની સરકાર બની રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.