ગુજરાત(Gujarat): આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા 156 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળનારી બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. તો નિરીક્ષકોની હાજરીમાં દળના નેતાની જાહેરાત પણ ટૂંક જ સમયમાં થશે. આ બાદ 12 ડિસેમ્બરે ફરી ભૂપેન્દ્ર પટેલ CM તરીકે શપથ લેશે. આ બેઠકમાં સીઆર પાટીલ, રાજનાથ સિંહ સહિતના આગેવાનો હાજર હતા.
મહત્વનું છે કે, કનુ દેસાઈએ મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને પુર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણલાલ વોરા દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે.
આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવેલી ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી શપથ લેશે. આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.
મહત્વનું છે કે, શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું. તો સરકાર રચવાનો દાવો કરીને મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે શનિવારના રોજ બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો હતો. સોમવારે 12મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.