ત્રીજી ODI માં Ishan Kishan અને Virat Kohli એ બાંગ્લાદેશને ધોળા દિવસે તારા દેખાડ્યા- એકની સદી તો બીજાની બેવડી સેન્ચુરી

Bangladesh vs India, 3rd ODI – Live | ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ત્રીજી વનડેમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ઈશાન કિશને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી…

Bangladesh vs India, 3rd ODI – Live | ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ત્રીજી વનડેમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ઈશાન કિશને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી છે. ઈશાન કિશને આ બેવડી સદી માત્ર 126 બોલમાં પૂરી કરી છે. ત્યાર સુધીમાં આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ત્યારે આજે કિશને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો.

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની 44મી ODI સદી પૂરી કરી છે. કોહલીએ આ ફોર્મેટમાં 1214 દિવસ બાદ સદી ફટકારી છે. તેણે તેની છેલ્લી સદી 14 ઓગસ્ટ 2019ના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી. ત્યાર બાદ તે 25 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો ન હતો.

ઇશાન અને વિરાટની ઇનિંગના આધારે ભારતે 42.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 350 રન બનાવ્યા હતા. વિરાટ 113 રન બનાવીને આઉટ થયો હતો. સાથે કેપ્ટન કેએલ રાહુલે [પણ પોતાની વિકેટ ગુમાવી દીધી છે. શિખર ધવન (3), ઈશાન કિશન (210), શ્રેયસ અય્યર (3), કોહલી (113) અને રાહુલ(8) રન બનાવી આઉટ થયા છે.

બાંગ્લાદેશની ટીમ પહેલા બે વનડે જીતીને સીરીઝ પર કબ્જો કરી ચૂકી છે. ભારત આ મેચમાં ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બાંગ્લાદેશમાં સૌથી મોટી ઇનિંગ્સ
કિશને (210) બાંગ્લાદેશની પીચ પર સૌથી મોટી ઇનિંગ રમી છે. તેણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસન (185*)ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. બાંગ્લાદેશમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી (183) ત્રીજા નંબર પર છે.

કિશન-કોહલી વચ્ચે 290ની ભાગીદારી
શિખર ધવન 15 રન બનાવીને આઉટ થયા બાદ ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 290 રનની પાર્ટનરશીપ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *