હાલની પરિસ્થિતિમાં ભારતનું અર્થતંત્ર મંદી ની ખરાબ પરિસ્થિતિ થી પસાર થઇ રહ્યું છે. આજે ઉદ્યોગજગતમાં દરેક ક્ષેત્ર મંદીનો માર સહન કરી રહ્યું છે. કરોડો લોકોએ મંદીના કારણે પોતાની રોજગારી ગુમાવી છે. તહેવારોના સમયે મંદીના કારણે લોકોએ પૂરા ઉત્સાહથી ખરીદી પણ કરી નહીં હોય. સરકાર ઉદ્યોગ જગતને મંદીના મારથી રાહત આપવા માટે પેકેજોનું વિતરણ કરી રહી છે.મંદીની અસર ફક્ત સામાન્ય માણસ પર જ નથી પડતી પરંતુ હાલ તો દેશની સુરક્ષા કરતાં જવાનો પર પણ પડી રહી છે. આર્થિક મંદી સામે જજૂમી રહેલી સરકાર પાસે દેશની સૌથી મોટી પૈરા-મિલિટ્રી ફોર્સ CRPFને ‘રેશન ભથ્થુ’ આપવા માટે પણ પૈસા નથી.
“ધ ટેલિગ્રાફ”માં ઈમરાન અહમદ સિદ્દીકીની એક રિપોર્ટમાં જણાવાયું છે કે, મોદી સરકાર પાસે દેશમાં નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારો સહિત અલગ-અલગ ભાગોમાં ફરજ બજાવતા 3 લાખ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને ભથ્થુ આપવા માટે પૈસા ખૂટી રહ્યા છે. CRPFની સેલેરીમાં દર મહિને 3,000 રૂપિયાનો “રેશન ભથ્થુ” આપવામાં આવે છે, પરંતુ આંતરિક સુત્રો અંતર્ગત સૂચન કરવામાં આવ્યું છે કે, આ વખતે પગારની સાથે “રાશન ભથ્થુ” નહી મળે.
સપ્ટેમ્બરના પગાર સાથે રાશન ભથ્થુ નહી આપવા પાછળ નું કારણ ગૃહમંત્રાલય દ્વારા પૈસા પુરા ન પાડવા છે. કારણ કે , ગૃહમંત્રાલયને જુલાઈ, ઓગસ્ટ અને આ મહિનામાં 800 કરોડ રૂપિયાનો હફ્તો આપવાનો બાકી છે. ‘ધ ટેલિગ્રાફ’ પાસે આ માહિતી સંદર્ભે એક પુરાવાની પ્રતિ હોવાનો દાવો કર્યો છે, જે 13 સપ્ટેમ્બરનો છે.
દિલ્હી મુખ્યાલયમાં CRPFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રથમ વખત નથી, જ્યારે રેશન ભથ્થુ બંધ કરી દેવામાં આવ્યું છે. અમે ગત સપ્તાહે મંત્રાલય (Home Ministry)ના અધિકારીઓને પેન્ડિંગ પડેલ રકમ અંગે વાત કરી હતી, ત્યારે તેમણે કથળતી જતી અર્થ વ્યવસ્થાનું કારણ આગળ ધર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.