હાલમાં સમગ્ર વિશ્વની નજર ગુજરાતના અમદાવાદ ખાતે તૈયાર થયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પર છે. 600 ની વિશાળ ભૂમિ પર આકાર પામેલા આ નગરની મુલાકાતે દરરોજ સેકડો લોકો આવી રહ્યા છે. એક તરફ લાખો શ્રદ્ધાળુઓ મહોત્સવની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે, બીએપીએસ સંસ્થા દ્વારા પાર્કિંગ અને ટ્રાફિક માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે. મેનેજમેન્ટનો કોર્સ કરનારા દિગ્ગજો પણ મોઢામાં આંગળા નાખી જાય તેવી વ્યવસ્થા બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
જુઓ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પાર્કિંગની વ્યવસ્થા કેવી છે?
ભાડજ અને ઓગળજની મધ્યમાં આ નગર આકાર પામ્યું છે. દરરોજ સેકડો વાહનો સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થાય છે. ત્યારે આ દરેક વ્યવસ્થા નું ધ્યાન રાખી પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રમુખસ્વામી નગરમાં પાર્કિંગ વ્યવસ્થામાં 4000 સ્વયં સેવકો દિવસરાત સેવા આપી રહ્યા છે. પ્રમુખસ્વામી નગરની બંને બાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ વ્યવસ્થા પણ એવી કે, મુલાકાતિઓ જ્યાં ગાડી પાર્ક કરે ત્યાં સીધો જ નગરનો પ્રવેશદ્વાર દેખાય. પ્રમુખસ્વામી નગરમાં કુલ 62 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. 600 ની જમીન માંથી 325 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દરેક પાર્કિંગને અલગ અલગ રીતે વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં ટુ-વ્હીલર, કાર, બસ, ટ્રેકટર જેવા અનેક વાહનોનું અલગ અલગ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. બસ માટે તૈયાર થયેલા પાર્કિંગમાં એક સાથે 1300 બસ વ્યવસ્થિત ગોઠવાઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ એક સાથે 26,000 કાર, 1250 ટ્રેલર અને ટ્રેક્ટર અને 13,000 થી વધુ ટુ વ્હીલર એક સાથે સમાઈ શકે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે ૩૦ હજારથી વહનોનું પાર્કિંગ સરળતાથી થઈ શકે છે.
આટલી મોટી પાર્કિંગ વ્યવસ્થા સાંભળવા માટે 25 જેટલા સંતો આ કાર્યમાં લાગી ગયા છે. બીએપીએસ સંપ્રદાયના 25 થી વધુ સંતો સમગ્ર પાર્કિંગ વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકો દિવસ રાત, તડકા અને ઠંડીમાં સેવા આપી રહ્યા છે.
આટલું વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં 25 ટન ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 325 એકરમાં ફેલાયેલા આ પાર્કિંગમાં વિવિધ બ્લોક પાડવામાં આવ્યા છે. આ બ્લોક પાડવામાં જ 25 ટન ચૂનો વપરાયો છે, સાથે 13 હજાર લાકડાની સ્ટીલનો ઉપયોગ થયો છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે, પાર્કિગમાં ઠેર ઠેર જગ્યાએ મુલાકાતીઓ માટે ટોયલેટ – વોશરૂમ ની વ્યવસ્થા કરવામાં આવી છે. નગરમાં તો ભાવિ ભક્તો માટે ટોયલેટ વોશરૂમ ની વ્યવસ્થા છે જ, પરંતુ પાર્કિગમાં પણ મુલાકાતીઓ માટે આ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.