ચીનમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ભારતમાં ચિંતા વધી- આ 18 લક્ષણો જોવા મળે તો થઇ જજો સાવધાન

covid-19 new symptoms: કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરી કેસ વધવા લાગ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા, ભારતના આરોગ્ય મંત્રાલયે પણ એક બેઠક બોલાવી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ચીનમાં કોવિડ-19 કેસમાં વધારા માટે જવાબદાર ઓમિક્રોનના BF.7 વેરિઅન્ટ(BF.7 variant)ના ચાર કેસ ભારતમાં પણ મળી આવ્યા છે. ગુજરાતમાં કોવિડ પોઝિટિવ હોવાનું 61 વર્ષીય NRI મહિલાને રસીના ત્રણ ડોઝ આપવામાં આવ્યા હતા.

કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં રસી લીધેલા લોકો પણ કોવિડ પોઝીટીવ બની રહ્યા છે. વાસ્તવમાં, આવા ઘણા લક્ષણો છે જેને કોઈપણ વ્યક્તિ સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ તે લક્ષણો કોરોનાના પણ હોઈ શકે છે. યુકેની આરોગ્ય અભ્યાસ એપ્લિકેશન ZOE પર સંક્રમિત લોકો તેમના લક્ષણો જણાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ એપ પર સંક્રમિત લોકો દ્વારા કયા લક્ષણોની જાણ કરવામાં આવી છે? ચાલો એના વિશે જાણીએ.

Express.co.uk અનુસાર, કોરોના મહામારીની શરૂઆતથી, ZOE એપ કોવિડના લક્ષણો અને સમય સાથે લોકોમાં લક્ષણો કેવી રીતે બદલાઈ રહ્યા છે તે વિશે સતત માહિતી આપી રહી છે. SARS-CoV-2 કોરોનાવાયરસ જે કોવિડ-19નું કારણ બને છે, દરેક વાયરસની જેમ, તેની ફેલાવાની ક્ષમતા અને તેના લક્ષણોને કારણે પરિવર્તન થઈ રહ્યું છે. નીચે દર્શાવેલ કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો છે જેને અવગણવા જોઈએ નહીં.

કોરોના વાયરસના લક્ષણો:
ગળામાં ખારાશ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઇ જવું, કફ વગરની ઉધરસ, માથાનો દુખાવો, કફ સાથે ઉધરસ, બોલવામાં તકલીફ, સ્નાયુમાં દુખાવો, ગંધ ન આવવી, ખૂબ તાવ, ઠંડી સાથે તાવ, સતત ઉધરસ, શ્વાસની તકલીફ, થાક લાગવો, ભૂખ ન લાગવી , ઝાડા, બીમાર હોવું વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે, ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોને સંક્રમિત કરતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમણ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેમની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *