‘ઘરે કોઈ નથી, જલ્દી આવી જા…’ પરણિત પ્રેમિકાને મળવા પહોચેલા પ્રેમીની ગેમ થઇ ગઈ, સમગ્ર ઘટના જાણી ખખડી પડશો

Love affairs News: રાજસ્થાન (Rajasthan) ના ભીલવાડા (Bhilwara) જિલ્લામાં ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધને બાંધ્યા બાદ પરિણીતાના ઘરે જવું પ્રેમી માટે મુશ્કેલ…

Love affairs News: રાજસ્થાન (Rajasthan) ના ભીલવાડા (Bhilwara) જિલ્લામાં ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધને બાંધ્યા બાદ પરિણીતાના ઘરે જવું પ્રેમી માટે મુશ્કેલ બની ગયું હતું. યુવતીના સાસરિયાઓએ પહેલા પ્રેમીના હાથ-પગ દોરડાથી બાંધ્યા અને પછી તેના કપડા ઉતારીને તેને માર માર્યો. એટલું જ નહીં પરિણીત યુવતીની સામે બેસીને બંનેને સવાલ-જવાબ પૂછ્યા. બંનેએ સાથે રહેવાની વાત કરી તો સાસરિયાઓએ પંચાયતની સામે જ લગ્ન કરાવી દીધા.

વાસ્તવમાં જહાજપુર સબડિવિઝનના ભક્તના ઝૂંપડિયા ગામના યુવક મહેશ મીણાની જહાજપુર સબડિવિઝનના અન્ય ગામની પરિણીત યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી, જે પ્રેમમાં બદલાઈ ગઈ. એક દિવસ યુવતીએ મહેશને ઘરે બોલાવી કહ્યું કે, આજે તું મારા ઘરે આવ, આજે હું એકલી છું, જેથી મહેશ પરિણીતાના ઘરે ગયો હતો, પરંતુ સાસરિયાઓને આ વાતની ક્યાંકથી જાણ મળી હતી. પ્રેમી મહેશ ઘરે પહોંચતા જ સાસરિયાઓએ તેના હાથ-પગ દોરડા વડે બાંધી દીધા હતા.

પહેલા તો સાસરિયાઓએ તેને જોરદાર માર માર્યો હતો. આ પછી યુવતી અને મહેશને સાથે બેસાડી પ્રશ્નોત્તરીનો વરસાદ કર્યો હતો. મહેશના હાથ-પગ બાંધવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીના સાસરિયાઓ તેને પૂછે છે કે તું અહીં કોના બોલવા પર આવ્યો છે? એટલું જ નહીં, સાથે બેઠેલી યુવતી પાસેથી એ પણ કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે કે યુવક મહેશ સાચું બોલી રહ્યો છે કે નહીં.

સવાલ-જવાબ પછી યુવક મહેશ મીના અને તેની પરિણીત પ્રેમિકાને સુસરવાલે પંચાયત લઈ ગયા. અહીં બંનેએ પંચોના આદેશ પર લગ્ન કર્યા હતા. આ વાયરલ વીડિયો પોલીસના ધ્યાને પણ આવ્યો છે, પરંતુ પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે બે-ત્રણ દિવસ જૂનો હોવાનું કહેવાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમી યુગલને અલગ કરવાને બદલે સાસરિયાઓએ બંનેને એક કરવાનો નિર્ણય લીધો, જેના કારણે બંને પક્ષના પરિવારજનોએ સંમતિ આપી અને લગ્ન કરી લીધા. સામાજિક રીત-રિવાજ મુજબ પંચાયતના સભ્યોએ બંનેના લગ્ન પણ કરાવ્યા અને બંનેના લગ્નજીવનને સામાજિક સ્તરે પણ માન્યતા આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *