ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પહેલા તેમની સાથે પ્રેમ સંબધ હોવાનો દાવો કરનાર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલે કાયદાકીય કેસના સેટલમેન્ટમાં ૪,૫૦,૦૦૦ ડોલર જીતી લીધા છે. આ કેસ ગયા વર્ષે સ્ટ્રીપ કલબમાં તેમની કરાયેલી ધરપકડ સાથે સંકળાયેલો છે.
સ્ટોર્મી ડેનિયલ કે જેનું સાચું નામ સ્ટીફન ક્લીફોર્ડ છે તેની ૨૦૧૮માં સિરેન્સ જેન્ટલમેનની કલબ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર જાતીય દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે થોડાક જ સમયમાં તેની વિરુદ્ધના આરોપો હટાવી લેવામાં આવ્યા હતાં.
જાન્યુઆરીમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ડેનિયલે આક્ષેપ કર્યો હતો કે રાજકીય ઇશારે તેની ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે ધરપકડ કરી ખોટી રીતે જેલમાં મોકલવું નાગિરક અધિકારોનો ભંગ છે. આ અરજીમાં ડેનિયલે ખોટી રીતે ધરપકડ કરવા બદલ ૨૦ લાખ ડોલરના વળતરની માગ કરી હતી. જો કે કોર્ટે ૪,૫૦,૦૦૦ ડાલર જ મંજૂર કર્યા હતાં.
આ દરમિયાન ડેનિયલના વકીલ કલાર્ક બ્રેવસ્ટરે જણાવ્યું હતું કે આ કેસ ડેનિયલએ શું કર્યુ તેના પર નહીં પણ તે કોણ છે તેના પર આધારિત હતો. આ સેટલમેન્ટ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ટ્રમ્પની વિરુદ્ધ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મહાભિયોગની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.