ગુજરાત ફરવા આવેલો કોરીયન યુવક Paragliding દરમ્યાન હજારો ફૂટ ઉપરથી નીચે પટકાયો- વિડીયો જોઈ શ્વાસ થંભી જશે

કડી(Kadi): હાલ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં ધરમપુર (Dharampur) ગામે ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ(T.O. Patel Sarvodaya High School) ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન (South Korea) મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. જેને પગલે તેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આચાનક પેરાશુટ ક્રેક થઈ જતાં જમીન ઉપર…
જાણવા મળ્યું છે કે, બંને યુવકો આજે તિરંગા યાત્રા દરમિયાન પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. જેથી તેઓ ગઈકાલે વિસતપુરા ગામ ખાતે ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું હતું અને 50 વર્ષીય કોરિયન SHIN BYEONGMOOAN ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે પટકાયો હતો.

ઘટનાને પગલે ગ્રામજનો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા:
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે આવી પહોચી હતી. તેમજ કડી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ અપાયા હતા. ત્યારે હાલ કડીની સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલ તપાસ ચાલી રહી છે. તેમજ મૃતકના મૃતદેહને કોરિયન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

તેમજ આ અંગે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલનું કહેવું છે કે, ટેક્નિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે ગામના સ્થાનિક જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે, શાળામાં બે દિવસીય કાર્યક્રમ હોવાથી આ બંને કોરિયન ગામમાં પેરાશુટના ટ્રાયલ માટે આવ્યા હતા. કદાચ પતંગની દોરીથી પેરાશૂટ ડેમેજ થઈ ગયું હોય એવું ગામના લોકોનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *