સરકારી શાળામાં અપાતા મધ્યાહ્ન ભોજન માંથી નીકળી ગરોળી, બાળકોએ આ ભોજન આરોગી લીધું હોત તો?

Lizard in government school meals, Navsari: રાજ્યમાં અવારનવાર સરકારી શાળાઓમાંથી આવતી ઘોર બેદરકારીની ઘટના સામે આવી રહી છે. અવારનવાર સરકારી શાળાના ભોજનને લઈને અનેક પ્રશ્નો…

Lizard in government school meals, Navsari: રાજ્યમાં અવારનવાર સરકારી શાળાઓમાંથી આવતી ઘોર બેદરકારીની ઘટના સામે આવી રહી છે. અવારનવાર સરકારી શાળાના ભોજનને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે, નવસારીની એક સરકારી શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા ચકચાર મચ્યો હતો. જો આ ભોજનનું સેવન કરીને બાળકોના સ્વાસ્થ્ય સાથે કંઈક થયું હોત તો તેની જવાબદારી કોણ લેત?

રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં ભોજન માટે મધ્યાહન ભોજન યોજના બનાવી છે. જે યોજના અંતર્ગત, જરૂરિયાતમંદ પરિવારોના સંતાનો બપોરનું જમવાનું શાળામાંથી જ મેળવી શકે એ માટે ખાનગી સંસ્થાઓને તેનો પરવાનો આપીને આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અવારનવાર સરકારી શાળાઓમાં પીરસાતા ભોજન અને તેની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે નવસારીમાં એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લેતા વિદ્યાર્થીઓની થાળીમાં આખેઆખી મૃત ગરોળી નીકળી હતી.

સરકારી શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં
નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની ગાંધી ફળિયાની એક સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી. જેને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચોંકી ઉઠ્યા હતા. સરકારી યોજના અંતર્ગત મળી રહેલા આ ભોજનમાં આટલી ઘોર બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બપોરે મધ્યાન ભોજનમાં આપવામાં આવતા દાળભાતમાં ગરોળી નીકળી હતી. જો કે સમય સૂચકતા વાપરીને શાળાએ તાત્કાલિક વિદ્યાર્થીઓને ભોજન ખાવાનું અને પીરસવાનું બંધ કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે નવસારીમાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓમાં મધ્યાન ભોજન પહોંચાડવાનો પરવાનો આપવામાં આવ્યો છે.

આવી ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે ફરી એક વખત આવી ઘોર બેદરકારીની ઘટના સામે આવતા વાલીઓ અને બુદ્ધિજીવી વર્ગમાં આક્રોશની લાગણી છવાઈ ગઈ છે. સાથો સાથ એવી માંગ પણ ઉઠી છે કે, જિલ્લા પ્રાથમિક અધિકારીઓ દ્વારા એનજીઓ દ્વારા સપ્લાય કરવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *