મરતા પહેલા પ્રમુખસ્વામી નગર જોવા પહોંચી ઘર કંકાસથી કંટાળેલી મહિલા- થયો એવો ચમત્કાર કે, ફેંકી દીધી ઝેરની બોટલ

Pramukh Swami Shatabdi Mahotsav – અમદાવાદમાં યોજાયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો લોકો પ્રમુખ નગરના દર્શન માટે આવે છે. આ નગરમાં જીવનને પ્રેરણા આપતા અનેક પ્રદર્શન ખંડો યોજવામાં આવ્યા છે.  જેમ કે, “ટૂટે દિલ તૂટે ઘર, ચલો તોડ દે યે બંધન, મેરા ભારત હમારા ભારત, સંત પરમ હિતકારી અને સહજાનંદ જ્યોતિ મંડંપ” વગેરે જેવા શો નગરમાં યોજવામાં આવ્યા છે. આ દરેક શોના ઉપદેશ્ય એ જ છે કે, લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાના ઉકેલ આવે અને જીવનમાં શાંતિ છવાય.

આજે જે પ્રસંગ સામે આવ્યો છે જે સાંભળીને એમ લાગી રહ્યું છે કે, શો નો 100 ટકા ઉપદેશ્ય ફળ્યો. આ ચમત્કારિક કિસ્સો અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માંથી સામે આવ્યો છે. આજે આપણે જે પ્રસંગ વિષે ચર્ચા કરવા જાઈ રહીયા છીએ તે સાંભળીને આપણને પણ વિશ્વાસ આવશે કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દિવ્ય આત્માએ સાક્ષાત છે.

એક અંતરિયાળ ગામની મહિલા તેના ઘરના કંકાસથી ખુબજ કંટાળી ગઈ હતી અને તેને જીવનથી હાર માની લીધી હતી. તે ઘરેથી એમ કહીને નીકળી હતી કે તે આપઘાત કરવા માટે જઈ રહી છે, તેણે ઝેરની બોટેલ પણ સાથે લીધી હતી. પણ તેને અચાનક વિચાર આવ્યો કે છેલ્લી વાર અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના દર્શન કરવા છે.

ત્યાર બાદ મહિલા શતાબ્દી મહોત્સવમાં પહોચી અને તેને ત્યાં પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિના અને નગરમાં બનાવામાં આવેલા અક્ષરધામ મંદિરના દર્શન કર્યા અને ત્યાર બાદ મહિલા નગર ફરી રહી હતી અને ત્યારે અચાનક તેની નજર એક શો પર પડી હતી. આ શો નું નામ ‘ટૂટે દિલ, તૂટે ઘર’ છે. મહિલાને નામ વાંચીને શો જોવાની ઈચ્છા થઇ અને એટલે મહિલાએ ડોમમાં શો જોવા માટે પ્રવેશ કર્યો. આ શો 20 મિનિટનો હતો.

આ શો જોતી વખતે મહિલાએ સાસુ વહુ વચ્ચે ચાલતા કૌટુંબિક ઝગડા અને આખો દિવસની માથાકૂટ, રોજ રોજના કંકાસ આ બધી વાતથી મહિલાઓનું માનસિક રીતે તૂટી જવું આ બધી બાબતો શો જોતી વખતે અનુભવી. અને શો માંથી બાર આવીને મહિલાએ દવાની બોટેલ ફેકી દીધી અને જીવન ટુકાવાનો વિચાર ત્યાગી દીધો. અને ઘરે પરત જવાનું નક્કી કર્યું, કુટુંબમાં તમામ લોકો સાથે હલી મળીને રહેવાનો સંકલ્પ કર્યો હતો.

આ શો જોયા બાદ મહિલાને સમજાયું કે, જેનું જીવન કેટલું અમુક્ય છે તેને નક્કી કર્યું કે હવે જીવનમાં ગમે તેવી સ્થિતિ આવે તે આવું પગલું ભરવા વિષે વિચારશે પણ નહી અને કુટુબના બધા લોકો સાથે હળી-મળીને રહેશે અને દરેક સમસ્યાનો હાર માન્યા વગર ઉકેલ લાવશે.

આ ઘટના વિષે વાત કરતા BAPS ના વરિષ્ઠ સંત અપૂર્વમુનીદાસે કહ્યું કે, ” સંબંધો સાજી સકતા નથી, પણ આ શો જોવા પછી પ્રમુખસ્વામી મહારાજની ઘર સભાની વાતો સાંભળ્યા પછી પ્રમુખસ્વામી મહારાજના સ્વદીક્તાના સંદેશને સાંભળ્યા પછી ફેરફાર થયો તેમનું જીવન બદલાયું, તેમણે દવા પણ નાખી દીધી અને હમેસા પોતાના ઘરમાં એજ પરિવારના સભ્યો સાથે જીવવાના સંકલ્પો કર્યા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *