શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન- ઉમટ્યો જૈનોનો મહાસાગર

અમદાવાદ(Ahmedabad): શહેરમાં શત્રુંજય મહાતીર્થ(Shatrunjay Mahatirth) બચાવવા માટે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ કરવામાં આવી છે. સમાજના હજારો લોકો આ રેલીમાં બેનર સાથે જોડાયા છે. આ રેલીમાં જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે અને ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે.

મળતી માહિતી અનુસાર, પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે જૈન સમાજની રેલી પહોંચી છે. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે, 3 કિલોમીટર કરતાં લાંબી રેલી યોજાઈ જેમાં 15,000 કરતાં વધુ જૈન સમાજના લોકો જોડાયા છે. રેલી આશ્રમ રોડ પહોંચી છે. રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. કલેકટર ઓફિસ નજીક બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા છે. જ્યારે હજારો લોકો રસ્તા પર નારા લગાવી રહ્યા છે અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, જૈન સમાજ દ્વારા જૈન સમાજના પ્રશ્નો સરકારમાં રજૂઆત કરવા અમદાવાદના ધારાસભ્ય અમીતભાઈ શાહને આગેવાની સોંપવામાં આવી છે જ્યારે નીલકંઠ મહાદેવ રક્ષાસમિતિ તરફથી પોતાના પ્રશ્નો સરકાર સમક્ષ મૂકવા ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાને આગેવાની સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ આખોય મામલો ગૃહ વિભાગમાં પહોચ્યો છે. શત્રુંજય પર્વત પરના વિવાદના મામલે 10 મુદ્દાઓની માંગણી સાથે જૈન સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળનાર હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા રેલી યોજાઈ છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદેસર દબાણો અટકાવવા જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. બિહારના સમ્મેદ શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ વિશાળ રેલીનનો હેતુ છે. અમદાવાદમાં પણ પાલડીથી આરટીઓ સુધી રેલી યોજવામાં આવી હતી, આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા.

આ છે જૈન સમાજની મુખ્ય માંગણીઓ:
રોહિશાળામાં પ્રભુની ચરણપાદુકાની તોડફોડની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવાંમાં આવે. મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્ત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. 12 ગાઉના રૂટ ઉપર અને અન્ય સ્થળે ગેરકાયદે માઈનિંગ થાય છે તે બંધ કરવામાં આવે. ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે. ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. ડોલી એસોશિયેશન દૂર કરો અથવા એનો વહીવટ બદલો. જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *