સમગ્ર દેશમાં ચાઈનીઝ દોરીના વેચાઈ પર પ્રતિબંધિત હોવા છતા પણ દેશમાં ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે. ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરી જીવલેણ સાબિત થઈ છે. ઉત્તરાણયણ 14મી જાન્યુઆરીએ છે અને પર્વને હજું 14 દિવસ બાકી છે ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે પતંગની દોરીથી યુવકનું મોત થયું છે.ચાઈનીઝ દોરીને કારણે વડોદરાના એક યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ઘટના સર્જાયા બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો મહોક છવાયો છે.
ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીએ વડોદરાના એક હોકી પ્લેયરનું ગળુ કપાયું અને તે મોતને ભેટ્યો. આ ઘટના રવિવાર સાંજે સાડા છ વાગે પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ સાથે સર્જાઈ હતી. તેની ઉમર 30 વર્ષ હતી. આ ઘટના નવાપુરા પોલીસ સ્ટેશન નજીક સેજાઈ હતી. પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર લઈને આવતા રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી વાગતા ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી.
ત્યાર બાદ રાહુલ બાથમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. અને ત્યરે તેને ખુબજ લોહી વહી રહ્યું હતુ. ત્યાર બાદ તેની સારવાર કરવામાં આવી રહી હતી. ગળાની નસો કપાઇ જતાં લોહી વહી ગયું હતું અને તેનું મોત નિપજ્યું હતું.
ચાઈનીઝ દોરીથી રાહુલ બાથમનું ગળું કપાતા કરૂણ મોત સર્જાયું હતું. વડોદરાના ગોરવા વિસ્તારમાં બોરીયા તળાવ પાસે ત્રણ દિવસ પહેલા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શકીલહુસેન હબીબભાઈ પરમાર ને પોલીસે 49 રીલ સાથે ઝડપી પડ્યા હતા. રૂ.9,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.