નવા વર્ષની સાથે મોંઘવારીની પણ શરૂઆત! ગુજરાતમાં CNG અને PNGમાં ઝીંકાયો આટલાનો વધારો

ગુજરાત(Gujarat): લોકો મોંઘા ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી કિંમતોથી પરેશાન થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકો પર મોંઘવારી(inflation)નો વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNG (CNG-PNG Rate) ના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. હકીકતમાં આજે ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં 5 % નો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલા ભાવ ગુજરાતમાં અમલી બની ગયા છે.

CNGના ભાવમાં ઝીંકાયો વધારો:
ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 % નો વધારો ઝીંકવામાં આવ્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલી થઇ ચુક્યા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે પ્રતિ કિલો 78.52 રૂપિયા ચૂકવવા પડશે.

પીએનજીના ભાવમાં પણ ઝીંકાયો વધારો:
ગુજરાત ગેસ દ્વારા આજે સ્થાનિક PNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. તેમાં 5 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સિવાય સ્થાનિક PNGની વાત કરીએ તો તેની કિંમત ઘટીને 1487.349 રૂપિયા પ્રતિ MMBTU થઈ ગઈ છે.

મહત્વનું છે કે, તાજેતરમાં સંસદમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, ગેસના ભાવ ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે અને ભારત સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2022 વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 % નો ઉછાળો નોંધાયો છે, જ્યારે ભારતમાં CNGની કિંમતોમાં માત્ર 84 % નો વધારો થયો છે.

મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાદ એક મોંઘવારીના મોટા ઝટકા સામાન્ય જનતાને લાગી રહ્યા છે. ત્યારે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *