માર્ગ અકસ્માત (Accident)ની સંખ્યા ખુબ જ વધી રહી છે. ઘણી વાર લોકોની ઓવરસ્પીડને કારણે અકસ્માત સર્જાતા હોય છે. તેમજ તેને લીધે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે હાલ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ(Pratapgarh) જિલ્લાના એમજી રોડ(MG Road) પર થયેલા અકસ્માતે લોકોને ચોંકાવી દીધા છે. જે ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવતને સાર્થક કરે છે. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી, આ દરમિયાન મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો. જેમાં રસ્તાના કિનારે ઉભેલા એક વ્યક્તિએ મહિલાનો જીવ બચાવ્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
માંડ માંડ બચ્યો મહિલાનો જીવ
વાસ્તવમાં, માર્ગ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બપોરે એમજી રોડ પર પસાર થતી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહેલી એક મહિલા તેની સ્કૂટી સાથે ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી. આ અકસ્માત બાદ ત્યાં ઉભેલા યુવરાજ રૌનક રાજપૂતે તરત જ મહિલાને પાછળથી બહાર કાઢી હતી. ત્યારે યુવકની બહાદુરીના કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો.
ઓવરટેકિંગને કારણે આ અકસ્માત થયો હતો:
જોકે મહિલા રોંગ સાઇડથી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સ્થળ પર હાજર યુવકની સુઝબુજના કારણે તેનો જીવ બચી ગયો હતો. હવે યુવકે કરેલા આ કામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડની બેદરકારીને કારણે મહિલાનો જીવ પણ જઈ શકે છે. જો કે આ વીડિયોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. હેલ્મેટનો ઉપયોગ કરો, ધીમે ચલાવો અને ઓવરટેક કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરો.
ઉતરપ્રદેશ: મોતના મુખમાં ગયેલી મહિલાનો બચાવ્યો એક અજાણ્યા વ્યક્તિએ,સમગ્ર ઘટના CCTV માં કેદ…#UttarPradesh #ViralVideo #CCTV #viral #VIDEO #trishulnews pic.twitter.com/gGJxVaLd7S
— Trishul News (@TrishulNews) January 5, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.