ગુજરાત(Gujarat): ગુજરાતના શિક્ષણને લઈને મોટા મોટા બંગા ફૂંકતી સરકાર હવે નકલ કરવામાં પણ અક્કલ ના વાપરી હોય તેવી કહેવત અમદાવાદની સ્માર્ટ સ્કૂલો પરથી સાબિત થઇ રહી છે. જો વાત કરવામાં આવે તો ગુજરાત શિક્ષણ વિભાગ(Gujarat Education Department) દ્વારા દિલ્હી મોડલ(Delhi Education Model)ની નકલ કરીને અમદાવાદ(Ahmedabad)માં સ્માર્ટ સ્કૂલ(Smart School) શરૂ કરવામાં આવી છે. જ્યાં દિલ્હી મોડલની જેમ ઝડપથી સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી, પરંતુ શાળામાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી એટલે હવે અંગેજી માધ્યમમાં 310 શિક્ષકોની જગ્યા હોવા છતાં પણ 65 કાયમી શિક્ષક, 240 પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જોકે, પ્રવાસી શિક્ષક કામચલાઉ જ કહેવામાં આવે છે.
જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતી માધ્યમ ઉપરાંત ઈંગ્લિશ માધ્યમની અનેક શાળાઓ શરૂ કરવામાં આવી છે. દિલ્હી મોડેલની જેમ જ અમદાવાદમાં પણ દરેક વોર્ડ મુજબ સ્માર્ટ શાળા બનાવવાનો પ્રોજેક્ટ હતો, તેને સ્કૂલ બોર્ડ દ્વારા પૂરો કરી દેવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સ્માર્ટ સ્કૂલ તો બનાવવામાં આવી, પરંતુ તેમાં ભણાવનાર કાયમી શિક્ષકોની નિમણૂક ના કરી શક્ય. જેને કારણે સ્કૂલ બોર્ડ દ્વારા શરૂઆતથી જ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. સરકારી સ્કૂલોમાં કામચલાઉ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો તે કેટલી જવાબદાર રહે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડનું વર્ષ 2022નું બજેટ 892 કરોડનું હતું. જેના દ્વારા અનેક સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સ્માર્ટ સ્કૂલમાં શિક્ષકોની નિમણૂક ના કરવાના આવી જેના લીધે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં નવી સ્માર્ટ શાળાઓમાં પણ પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે ભરતી કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 49 વોર્ડ છે, ત્યારે તમામ વોર્ડને ધ્યાનમાં રાખીને તમામ વોર્ડમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 1થી 5 ની અંગ્રેજી માધ્યમની 54 શાળાઓમાંથી 36 શાળાઓમાં એક પણ કાયમી શિક્ષક જ નથી. એટલે કે 36 સ્કૂલોમાં પ્રવાસી શિક્ષક દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે બાકીની શાળાઓમાં પણ પ્રવાસી શિક્ષક દ્વારા જ કેટલાક વિષયોનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. 1થી 5 ધોરણમાં 8088 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને તેમના વચ્ચે ફક્તને ફક્ત 39 જ કાયમી શિક્ષકો છે. 1થી 5 ધોરણના 255ના મહેકમ સામે 216 અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. કાયમી શિક્ષકો ના હોવાને કારણે જ AMC સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે.
દિલ્હી મોડેલનું અનુસરણ કરીને અમદાવાદ સ્માર્ટ શાળાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23માં શિક્ષણ માટે 16,278 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યુંછે. દિલ્હીમાં ગયા વર્ષે જ આમ આદમી પાર્ટીની સરકારે 12430 નવા સ્માર્ટ કલાસરૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું અને તેને એક સાથે ખૂલ્લા મુકવામાં આવ્યા હતા. દિલ્હીમાં 20,000 કરતાં વધારે સ્માર્ટ વર્ગની સંખ્યા પહોંચી ગઈ છે. 537 નવી સ્કૂલોમાં આ વર્ગ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે માટે પૂરતા શિક્ષક પણ ફાળવી દેવામાં આવ્યા છે. ખાનગી સ્કૂલોમાં પણ ના હોય તેવી સુવિધા દિલ્હીની સ્માર્ટ શાળાઓમાં આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.