સુરત(surat): સેવા એજ સંકલ્પના સૂત્ર સાથે સુરતના એક એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્ની સુખ-દુઃખના પ્રસંગોમાં ઘુન વગાડી ભેગા થતા લોક ફંડમાંથી 7 વૃદ્ધોના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી રહી છે. એટલું જ નહીં પણ હાલમાં વધતી મોંઘવારી વચ્ચે દીકરીના લગ્નનો ભાર સામાન્ય પરિસ્થિતિ ધરાવનાર પિતા પરથી ઓછો થાય અને એ સાથે જ સમાજમાં એકતાનું એક ઉત્તમ પ્રતીક સાબિત થાય એ માટે પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
સંગીતાબેન ખૂટ (પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ)એ જણાવ્યું હતું કે, પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ 5 વર્ષ જૂની સંસ્થા છે. ૮ જાન્યુઆરી 2023 ના રોજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 નિરાધાર દીકરીનાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં સમાજ ના આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિજ્ઞા વૃધ્ધસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્રારા આયોજીત પ્રથમ સમુહ લગ્ન મોટાવરાછા રોડ ખાતે યોઅજવામાં આવ્યા હતા. ૮ જાન્યુઆરી સાંજે ૩ કલાકે પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું આયોજન જહાંગીર પુરા રામમઢી ના પરમ પૂજય મહામંડલેશ્વર મુળદાસ બાપુના આર્શિવાદ સાથે સમારોહનુ દિપપ્રાગટય કરવામાં આવ્યું હતું. હંસમુનિ બાપુના આશીર્વાદ સાથે 23 નવ યુગલોએ પ્રભુતામા પગલા પાડયા.
સંસ્થા નાં પ્રમુખ સંગીતા બેન ખુંટ તેમજ તેમની સંસ્થા નાં સભ્યો દ્રારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો દાતા ઓ અને મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિ સમાજનાં લોકો ની હાજરી મોટાવરાછા રોડ ખાતે આવેલ
આનંદ ધારા સોસાયટીની પાછળ ગુરુકૃપા ફાર્મ માં આપવામાં આવી હતી. મહેમાનો અને પરમ પૂજય મહામંડલેશ્વર મુળદાસ બાપુના આર્શિવાદ સાથે ૨૩ યુગલો પ્રભુતા મા પગલા પાડયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.