ગુજરાતમાં છોકરી અને છોકરા માંથી કોણ વધારે ફોનમાં ચીપકી રહે છે? સરકારે આપ્યો ચોંકાવનારો રીપોર્ટ

Gujarat: મહિલાઓ આખો દિવસ મોબાઈલ ફોન પર ચિપકીને રહે છે એવું હવે નહિ કહેતા, કારણ કે આ એક રિપોર્ટે સમાનતાની પોલ ખોલી છે. આ રીપોટ અનુસાર ગુજરાત રાજ્યમાં અડધોઅડધ કરતાં વધુ મહિલા પાસે ફોન જ નથી. ગુજરાતની મહિલાઓ 15 થી 49 વર્ષની વયે ફોનની સવલતમાં દેશની સરેરાશ કરતાં પણ પાછળ છે. આજની તાતિ જરૂરિયાત એટલે ફોન. કોઈ કોઈ લોકોતો એકના બદલે 2 થી 3 ફોન લઈને ફરતા હોય છે.

રાજ્યમાં વસતી કરતાં વધારે કનેક્શન ફોનના છે. તેમ છતાય ગુજરાતની 51.20 ટકા મહિલાઓ પાસે મોબાઈલ નથી, અને આ વાસ્તવિકતા છે. આપણે ભલે ગમે એટલા શિક્ષિત થઈ ગયા હોઈએ પણ આ આ ભેદભાવ દેખાડે છે કે, આપણે મહિલાઓેને સુવિધાઓ આપવામાં હજુ પણ ખુબ જ પાછળ છીએ. અન્ય રાજ્યો ગુજરાત કરતાં ઘણા આગળ છે.

કેરળમાં 82 ટકા મહિલાઓ પાસે મોબાઈલ છે, જયારે ગોવામાં 91.2 ટકા મહિલાઓ પાસે ફોન છે. ગુજરાત રાજ્ય કરતાં અૂણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, તામિલનાડું અને મિઝોરમ આગળ છે. જે રાજ્યોમાં મહિલાઓ પ્રત્યે ખુબજ કડક પ્રતિબંધો છે તે રાજ્યો પણ મહિલાઓને મોબાઈલ આપવામાં ગુજરાત કરતા આગળ છે. જે લોકો ગુજરાતમાં છોકરીઓને ફોન પર વાતો કરતી વખતે ટોકતા હતા તે તમામ લોકોને આ રિપોર્ટ ખોટા ઠેરવશે.

લોકસભાના બજેટ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. જે રાજ્યોમાં શિક્ષણના પ્રમાણમાં વધારો છે અને વસતી ઓછી છે તે રાજ્યોમાં મહિલાઓ પાસે મોબાઈલ ફોન છે. ગુજરાત રાજ્યમાં 48.8 ટકા મહિલાઓ ફોન ધરાવે છે અને પોતે જ તેનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *