‘માં તે માં બીજા બધા વગડાના વા’ આ કહેવત આપડે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એક માતા પોતાના બાળકને બચાવવા માટે કોઈપણ સાથે લડવા તૈયાર છે. શું કોઈ માતા તેના બાળકને નિર્દયતાથી મારી શકે? તે સાંભળવા અને વાંચવામાં પણ વિચિત્ર લાગે છે. પરંતુ ક્યારેક આવા કેટલાક કિસ્સાઓ સામે આવે છે જે માતાના પ્રેમ પર સવાલ ઉઠાવીને લોકોને આશ્ચર્યચકિત કરે છે. આવી જ એક ઘટના સામે આવી રહી છે જેમાં એક માતાએ લગ્નના બે દિવસ પહેલા જ બાળકને જન્મ આપી કચરામાં ફેંકી દીધું.
વડોદરામાં ખાસવાડી સ્મશાનના બ્રિજ પર આજે વહેલી સવારે નિર્દય માતાએ પોતાના બાળકને મારવા માટે જીવતું તરછોડી દીધી હતું. ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. પોતાનું પાપ છુપાવવા માટે માતાએ કાળજાના ટુકડા સમાન નવજાત બાળકને જીવતું જ ત્યજી દઈને મોં છુપાવતી માતા સામે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
પોલીસને માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પોચી ગઈ હતી. કારેલીબાગ ખાસવાડી સ્મશાનગૃહ નજીક કચરાના ઢગલામાં જીવંત નવજાત બાળક મળી આવતા કુતૂહલવશ થઈને લોકો જોતા રહી ગયા હતા. પોલીસે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે નવજાત બાળકની જનેતાની ઓળખ કરી હતી.
નવજાત બાળકના પિતાનું નામ ઇન્કલાબ (નામ બદલ્યું છે) અને માતાનું નામ મુસ્કાન (નામ બદલ્યું છે) હોવાનું જાણવા મળી રહ્યું હતું. નવજાત બાળકની માતાના પરિવારજનો પોલીસ સામે હાજર થઇ ગયાં હતાં. અને પોલીસને જણાવતા કહ્યું કે, ‘બાળક અમારા પરિવારનું જ છે.’
નવજાત બાળકના જન્મ સમયે માતા બેભાન થઇ ગઈ હતી. ત્યાર બાદ મુસ્કાનને નજીકની ઇમરાન સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો.બાળકને જન્મ આપતાં ઇમરાન ગભરાઇ ગયો હતો અને મુસ્કાનને નજીકની ઇમરાન સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ રિક્ષામાં મૂકી રાખેલ નવજાત બાળકને લઇને તે પાછો ખાસવાડી સ્મશાન રોડ ઉપર આવ્યો હતો. જ્યાં ભંગારના ઢગલા નજીક કાર પાછળ નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાંથી રફૂચકર થઇ ગઈ હતી.
નવજાત બાળકને ત્યજી દેવાનું ચિત્ર સ્પષ્ટ થતાં કારેલીબાગ પોલીસે ઇમરાન અને મુસ્કાન સામે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ બાળકનો પૂરા માસે જન્મ થયો છે. બાળકની નાડી કાપ્યા વિના જ બાળકને ત્યજી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.