આબુ જઈ રહ્યા છો તો વાંચી લેજો આ ખાસ સમાચાર- હાઈવે પર ભરાયા ઘૂંટણસમાં પાણી, વાહનોની લાગી લાંબી લાઈનો

Heavy Rain Ahmedabad-Abu Highway: મોડી રાતથી જ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાતાવરણમાં થયેલા પલટા બાદ વડગામ (Vadgam) પંથક અને પાલનપુર (Palanpur) માં…

Heavy Rain Ahmedabad-Abu Highway: મોડી રાતથી જ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાતાવરણમાં થયેલા પલટા બાદ વડગામ (Vadgam) પંથક અને પાલનપુર (Palanpur) માં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, વરસાદ પડતાં પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત અમદાવાદ-આબુ હાઇવે (Ahmedabad-Abu Highway) પર બે થી ત્રણ ફૂટ જેટલુ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા.

તેને લઈને હાઇવે ઉપર ત્રણથી ચાર કિલોમીટર વાહનોની કતારો લાગી હતી. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોડીરાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક પવન સાથે વરસાદ પણ ખબક્યો હતો. 

ત્યારબાદ પાલનપુર પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં નદી ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદ-આબુ હાઇવે પર ગઠમણ પાટિયા અને બિહારી બાગ તેમ જ મલાણા પાટિયા પાસે ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને તેથી વાહનચાલકો અટવાયા હતા.

મળેલી માહિતી અનુસાર હાઇવે પર પાણી ભરાઈ જતાં હાઇવે મોટા વાહનો મહામુસીબતે પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નાના વાહનો અને બાઇકચાલકો હાઇવે પરથી ચાલવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ થી દિલ્હી જતાં મુખ્ય હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહનો ધીરે-ધીરે ચાલતા હતા અને તેથી વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી.

રસ્તાઓ પરથી વહેતા પાણીમાંથી પસાર થતા ત્રણ થી ચાર વાહનો બંધ પડી ગયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલેખનીય છે કે, અગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ-આબુ હાઇવે પર ભારે પાણી ભરાઈ જતા ચાર કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. હાઇવે  પર પાણી ભરાતા વાહન ચાલકો ખુબજ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *