નવરાત્રિમાં કાનપુરના આ મંદિરમાં માતાજીને તાળા ચડાવવાની અનોખી પ્રથા

નવરાત્રિ દરમિયાન મંદિરમાં દેવી દેવતાને શ્રધ્ધાળુ ધૂપ, અગરબતી અને પ્રસાદ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરના મોહાલ ક્ષેત્રમાં મહાકાળીના  મંદિરમાં ભકતો નવરાત્રિ દરમિયાન સોના અને ચાંદીના…

નવરાત્રિ દરમિયાન મંદિરમાં દેવી દેવતાને શ્રધ્ધાળુ ધૂપ, અગરબતી અને પ્રસાદ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરના મોહાલ ક્ષેત્રમાં મહાકાળીના  મંદિરમાં ભકતો નવરાત્રિ દરમિયાન સોના અને ચાંદીના તાળાની ભેટ ચડાવે છે. દર વર્ષ નવરાત્રિ દરમિયાન ૫૦૦થી વધુ તાળા એકત્ર થાય છે. મહાકાળીની પ્રતિમાની નજીક લોખંડની જાળી પાસે આ તાળા લટકતા જોવા મળે છે.

આ પરંપરા કેવી રીતે આવી તે અંગે લોકોનું માનવું છે કે  એક વાર દૂર્ગા માતાના ભકત પર  વાર ચોરી અને હત્યાનો ખોટો આરોપ ચડયો હતો. આથી મંદિરના પૂજારીએ ભગવાનની મૂર્તિ પાસેના દરવાજાને તાળુ લગાવીને સેવા પૂજા બંધ કરી દીધી હતી. નિદોર્ષ ભકતને જયારે સજા નહી થાય તે માટે આ પગલું ભર્યુ હતું. મહિનાઓ પછી દુર્ગા માતાના ભકતનો નિદોર્ષ છુટકારો થયો એ પછી જ મંદિરના પૂજારીએ તાળું ખોલીને પૂજા તથા પ્રાર્થના શરુ કરી હતી. ત્યારથી મંદિરમાં તાળાની ભેટ ચડાવવાની શરુઆત થઇ હતી. શ્રધ્ધાળુઓ માને છે કે તાળાની ભેટ માનવાથી કોઇ જ તકલીફ આવતી નથી. સામાન્ય દિવસોમાં લોઢાના તાળાની ભેટ ધરાય છે  જયારે નવરાત્રિમાં સોના ચાંદીના કિંમતી તાળા ચડાવાય છે. નવરાત્રિ દરમિયાન આ અનોખા મંદિરમાં હજારો લોકો દર્શન માટે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *