‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે’- જાણો ભાજપના ક્યાં કેબિનેટ મંત્રીએ આપ્યું આ ચોંકાવનારૂ નિવેદન

મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ શાસિત છત્તીસગઢ(Chhattisgarh)ના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે(Bhupesh Baghel) કહ્યું છે કે, આ પ્રકારના ચમત્કારો ન બતાવવા જોઈએ. જો ચમત્કાર બતાવવો હોય તો ઉત્તરાખંડના ધસી રહેલા જોશીમઠ(Joshimath)ને બચાવવા કઈક ચમત્કાર કરવો જોઈએ.

બીજી તરફ મધ્યપ્રદેશના મંત્રી ઉષા ઠાકુરે કહ્યું છે કે, જે લોકો બાબાનો વિરોધ કરે છે તે દેશદ્રોહી છે. જ્યારે પણ સનાતન મક્કમતાથી ઊભું રહ્યું છે ત્યારે રાષ્ટ્રવિરોધીઓને દુખ થયું છે. બાબાની પાછળ કેટલાક દેશદ્રોહી અને વામપંથી છે અને તેઓ તેમની વિરુદ્ધ છે.

શંકરાચાર્યએ કહ્યું કે કોઈ પણ સંતને મનસ્વી રીતે બોલવાનો અધિકાર નથી. અમને પણ નથી. એવું કહેવાય છે કે જો તમારી પાસે ધર્મ પરિવર્તન રોકવાની, ઘરેલું ઝઘડાઓમાં સંવાદિતા લાવવાની, આપઘાત રોકવાની, શાંતિ સ્થાપવાની અલૌકિક શક્તિઓ હશે તો અમે તેને ચમત્કાર ગણીશું. શંકરાચાર્યે કહ્યું, અમારા મઠમાં જે તિરાડો પડી છે તેને ઠીક કરો. જે ચમત્કારો થઈ રહ્યા છે, જો તે લોકોના કામમાં આવે તો તેઓ જય જય કાર કરશે, નમસ્કાર કરીશું, નહીં તો આ ભ્રમણા છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે ધર્મ પરિવર્તન ધાર્મિક રીતે નથી થઈ રહ્યું, તેનો હેતુ રાજકીય છે. ધર્માંતરણનો વિરોધ રાજકીય કારણોસર પણ થઈ રહ્યો છે. તેમને લાગે છે કે તેમનો મત વધશે. તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે ધર્મ અને રાજનીતિ અલગ-અલગ વિષય છે. અન્ય ધર્મોમાં રાજા અને ધર્માચાર્ય એક જ હશે. જેમ ઇસ્લામમાં ખલીફા છે, ખ્રિસ્તી ધર્મમાં પોપ છે, પરંતુ સનાતન ધર્મમાં એવું નથી. જો રાજા ધર્મથી મુક્ત થઈ જાય તો ઋષિ-સંન્યાસી તેને સજા કરશે.

હકીકતમાં જો વાત કરવામાં આવે તો સમગ્ર વિવાદ નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુરની મેલીવિદ્યા વિરોધી નિયમો જનજાગૃતિ પ્રચાર પ્રસાર સમિતિના સહ-અધ્યક્ષ શ્યામ માનવના નિવેદન બાદ શરૂ થયો હતો.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં નાગપુરની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે પોતાનો દૈવી દરબાર સ્થાપ્યો. જોકે રામ કથા પૂરી થયાના બે દિવસ પહેલા જ નીકળી ગયા હતા. આના પર સમિતિએ અંધ શ્રદ્ધા અને ભય ફેલાવવાનો દરબાર ગણાવ્યો હતો. તેમજ ભક્તોની સમસ્યાઓ અને તેમના વિશે કરવામાં આવેલા દાવાઓને સાબિત કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *