રીલીઝ પહેલા જ Pathaan નો હાહાકાર… 200 રૂપિયાની ટીકીટના 2400 રૂપિયા ભાવ, છતાં દરેક શો હાઉસફુલ

Pathaan Movie Tickets Price: શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Pathaan તેની રિલીઝ પહેલા જ ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ થઇ રહ્યું છે. શાહરૂખ પઠાણથી 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસઆરકેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં તેના ચાહકો કિંગ ઓફ રોમાન્સ શાહરૂખને પડદા પર જોવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી.

આટલી મોંઘી વેચાઈ રહી છે ટિકિટો
શાહરૂખના ચાહકોના ક્રેઝનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે કિંગ ખાનના ફેન્સ Pathaan જોવા માટે ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. 20 જાન્યુઆરીએ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારથી જ ફિલ્મની ટિકિટની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પરંતુ કિંગ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે સૌથી મોંઘી ટિકિટો ખરીદવા પીછેહઠ નથી રહી રહ્યા.

ગુરુગ્રામમાં Pathaan ની ટિકિટો 2400, 2200 અને 2000 રૂપિયામાં વેચાઈ રહી છે. Pathaan ની ટિકિટ આટલી મોંઘી હોવા છતાં મોલના દરેક શો ફુલ થઈ ગયા છે. આ બધું જોતા લાગી રહ્યું છે કે, આપણે એ વાત સાથે સહમત થવું પડશે કે ચાહકો શાહરૂખને ખુબ પ્રેમ કરે છે. આ કારણે જ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે પણ ચાહકો પર કોઈ અસર પડી નથી. ચાહકો તેમના કિંગને મોટા પડદા પર જોવા માટે ખુબ જ આતુર છે.

દિલ્હીમાં પણ ટિકિટના ઊંચા ભાવ!
રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીના કેટલાક મલ્ટીપ્લેક્સમાં Pathaan ની ટિકિટ 2100 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ સિવાય ઘણા થિયેટરોમાં વહેલી સવારના શોની ટિકિટો 1000 રૂપિયામાં વેચાઈ રહી છે. પણ મોંઘી ટિકિટો હોવા છતાં કિંગખાનની પઠાણની એડવાન્સ બુકિંગે દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ‘પઠાણ’ના હિન્દી અને તેલુગુ વર્ઝનની ટિકિટ સૌથી વધુ વેચાઈ છે. માહિતી અનુસાર, ફિલ્મે અત્યાર સુધીમાં 14.66 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

Pathaan 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો સૌથી અલગ અવતાર જોવા મળશે. શાહરુખે પઠાણ માટે પોતાની બોડી પર ઘણી મહેનત કરી છે. શાહરૂખ પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ બાદ પઠાણ કેટલા રેકોર્ડ તોડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

One Reply to “રીલીઝ પહેલા જ Pathaan નો હાહાકાર… 200 રૂપિયાની ટીકીટના 2400 રૂપિયા ભાવ, છતાં દરેક શો હાઉસફુલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *