Surat, Gujarat: સૂરતના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 3 આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં બે વિદ્યાર્થિની(છોકરીઓ) અને એક યુવકે(છોકરો) જીવન ટૂંકાવ્યું છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં BBAમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના અમરોલી વિસ્તારની આ વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર જીવ ટુકાવ્યું તે અંગે હજુ સુધી કઈ જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે અમરોલી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનો અને મિત્રોને પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક વિદ્યાર્થિની 3 વાર નાપાસ થતા…
આ સાથે સુરતમાં વધુ એક વિદ્યાર્થિનીએ પણ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ આપી દીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થિની CAની પરીક્ષામાં ત્રણ-ત્રણ વાર નાપાસ થઇ છે અને આ વાત સહન ન થતા તેણે મોતને વ્હાલુ કરી લીધું છે. આ ઘટના અંગે પોલીસે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક યુવકે લગ્નના એક મહિના પછી તેને આપઘાત કરી લીધી…
શહેરના સચિન GIDC વિસ્તારમાં રહેતા અને 1 મહિના અગાઉ જ લગ્ન કરનાર યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા ત્યાં ના લોકો મૂંઝવણ માં મુક્યા ગયા છે. યુવકના આપઘાતનું કારણ હાલ સામે નથી આવ્યું. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી દીધી છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ બાદ જ આપઘાતનું કારણ બહાર આવશે. પ્રદીપના લગ્ન એક જ મહિના પહેલા થયા હતા. ગતરોજ સાંજના સમયે કામ પરથી આવી કોઈ અગમ્ય કારણોસર પ્રદીપે ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતને પગલે પરિવાર માં દુખ નું વાતવરણ છવાઈ ગયું છે.
21 જાન્યુઆરીએ પણ વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત
ગઈ 21 જાન્યુઆરીના રોજ સુરતની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવ આપી દીધો હતો. શુક્રવારના રોજ બપોરના સમયે પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ની ગર્લ્સ સમરસ હોસ્ટેલના સાતમા માળે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવ આપી દીધો હતો. ઘટના બાદ ઉમરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.