સરકારી ભરતીમાં હવે નહીં ચાલે લાલિયાવાડી! ગુજરાત સરકારે નિયમોમાં જાણો શું કર્યો મોટો ફેરફાર

Govt Jobs Latest News: ગુજરાતની સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક…

Govt Jobs Latest News: ગુજરાતની સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથેના લાંબા અધ્યયન બાદ આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, સરકારી ભરતીમાં હવે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલે! ગુજરાત સરકાર દ્વારા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વર્ગ-3 ની ભરતી (Recruitment of Class-III) માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ હવે ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર-સિનિયર અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાવવા જઈ રહી છે. એટલે કે અગાઉ આ પરીક્ષા જુદી જુદીયોજાતી હતી. માત્ર એટલું જ નહીં હવેથી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પ્રકારે પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ ઉમેદવારોની સરકારી નોકરીની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ મેરિટ જાહેર કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા ભરતીમાં કરવામાં આવેલા ફેરફાર અનુસાર હવે ગુજરાત સરકારની વર્ગ-3ની પરીક્ષાઓમાં પણ પ્રિલિમ અને મેઈન્સની પરીક્ષા હવે લેવામાં આવશે. ત્યાર બાદ મેરિટના આધારે જ સરકારી નોકરી માટે યોગ્ય ઉમેદવારની પસંદગી થશે. વર્ગ-3 ની ભરતીમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારને વિગતવાર સમજીએ.

હવે 2 પ્રકારે વર્ગ-3 ગણાશે, એક અપર ક્લાસ 3 અને બીજું લોવર કલાસ 3. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે. આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.

પ્રાથમીક પરીક્ષામાં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ. આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે. આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે. બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું GPSCના જેમ બધું જ આવશે.

ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે. ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે. લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે. જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે. કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય. mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *