Anant ambani and Radhika merchant Engagement: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 19 જાન્યુઆરીના રોજ મુંબઈ અંબાણી નિવાસ્થાન એટલે કે Antilia માં તેમના નજીકના મિત્રો અને તેમના પરિવારની હાજરીમાં તેઓ ની સગાઈ કરવામાં આવી હતી. રીતિરિવાજ પ્રમાણે થયેલી સગાઇ પછીની પાર્ટી માટે અબુ જાની અને સંદીપ ખોસલા નામના ડિઝાઇનર પાસે ખાસ ડીઝાઇન કરેલા બ્લાઉઝ અને દુપટ્ટા સાથે ગોલ્ડની ડીઝાઇન કરેલા સિલ્કના ડ્રેસમાં રાધિકા અદભુત દેખાતી હતી, અને બીજીબાજુ અનંતે આ પ્રસંગમાં વાદળી રંગનો કુર્તો પહેર્યો હતો. સગાઈમાં બધાની નજર અનંત અંબાણીની પહેરેલા કુર્તાની ઉપર પહેરેલા કોટ પર લગાવેલા આઇકોનિક કાર્ટિયર પેન્થર બ્રોચ પર હતું. આ બ્રોંચે દરેકનું ધ્યાન ખેચ્યું હતું.
અનંતે પહેરેલા બ્લૂ કુર્તાના સેટને પ્લેટિનમ/ગોલ્ડમાં બનાવેલા પેન્થેરે ડી કાર્ટિયર બ્રોચ સાથે એક્સેસરીઝ કર્યો હતો, તેમાં સુંદર હીરા અને કેબોચન કટ ઓનિક્સથી બનેલા રોઝેટ્સનો સમૂહ હતો. આ વિશિષ્ટ કાર્ટિયર પેન્થર બ્રોચમાં મોટા નીલમણિ પથ્થર પર બેઠેલા પેન્થરનું લક્ષણ છે, ખાસ આ પેન્થરના નાકમાં કાળો ઓનિક્સ પણ હોય છે અને તેની ચમકતી આંખોમા પિઅર આકારના નીલમણિથી બનેલી છે.
આ બ્રોચની ખાસ વસ્તુ એ છે કે, દીપડાના શરીરનાં અંગો એવી રીતે હલનચલન કરી શકે છે અને આ બ્રોચનો ઉપયોગ ઘણા પ્રકારની જ્વેલરીના ભાગ તરીકે ઉપયોગ કરી શક્યા છે. અને તે માથું ફેરવી શકે છે અને અંગોનું પેન્ડલ અથવા રિંગ તથા કાનમાં પહેર્યા તેવા ઇયરિંગ્સમાં પણ પરિવર્તિત થઈ શકે છે. બ્રોચ ઐતિહાસિક રીતે ઘરેણાંનો એક લોકપ્રિય ભાગ રહ્યો છે. મીડિયાના નિવેદન અનુસાર, ડચેસ ઓફ વિન્ડસર પાસે 1949માં એક ક્લિપ બ્રોચ મગાવવામાં આવ્યો હતો અને એમાં પ્લેટિનમ, સફેદ સોનું, સિંગલ-કટ હીરા, બે પિઅર આકારના પીળા હીરા, એક 152.35-કેરેટ કાશ્મીર નીલમ કેબોચોન અને નીલમ કેબોચન્સ.
અનંત અંબાણીએ પહેરેલા આ આઈકોનિક કાર્ટિયર પેન્થરની કિંમત જાણીને તમારો પરસેવો છુટી જશે. આ ખાસ બ્રોચનું સાચું નામ ‘Panthre de Carties Brooch’ છે, જેની કિંમત અંદાજે 1,13,51,087થી લઈને 1,32,26,085 સુધી હોય શકે છે. જેક કાર્ટિયરે નામના ડીઝાઇનર વર્ષ 1914 પેન્થર બ્રોચની ડિઝાઈન નક્કી કરી હતી, જે કાર્ટિયર પરિવારની ત્રીજી પેઢીથી હતા. કાર્ટિર પેન્થર બ્રોચને હોલિવૂડના કલાકારો જેવા કે એન્જેલીના જોલી, સારાહ જેસિકા પાર્કર અને કેટ બ્લેન્ચેટ પણ પહેરી ચૂક્યા છે.
કાર્ટિયર, પોતાની કંપની શરુ કરી જેમાં તેઓ વધુ માગવામાં આવતી જ્વેલરી, ચામડાની પ્રોડક્ટ્સ અને ઘડિયાળોનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. અને આ કંપનીની શરુઆત 1847માં પેરિસમાં લૂઈસ-ફ્રાંકોઈસ કાર્ટિયર (1819-1904) દ્વારા કરવામાં આવી હતી અને તે 1964 તેમના પરિવારની માલિકીની રહી હતી. 1847થી મેઈસને સર્જનાત્મકતા સાથે તેના વારસાની શોધ કરી છે. વિશ્વની સંસ્કૃતિઓ પર ચિત્રકામ, સુંદરતા વધારવી, બ્રાન્ડ માટે તેની દૃષ્ટિ શેર કરવાની તમામ રીતો છે,વિશ્વભરમાં કાર્ટિયર કલેક્શનના અસંખ્ય પ્રદર્શનો તેમજ તેની ગ્રંથસૂચિ દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.