Sara Ali Khan / કેદારનાથ બાદ હવે સારા અલી ખાન પહોંચી ઉજ્જૈન મહાકાલના દરબારમાં, જાણો શું પ્રાર્થના કરી

Sara Ali Khan: આ દિવસોમાં અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)પોતાની ફિલ્મ ‘જરા હટકે, જરા હટકે’ (Zara Hatke Zara Bachke)ના પ્રમોશન (promotion) માં વ્યસ્ત…

Sara Ali Khan: આ દિવસોમાં અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)પોતાની ફિલ્મ ‘જરા હટકે, જરા હટકે’ (Zara Hatke Zara Bachke)ના પ્રમોશન (promotion) માં વ્યસ્ત છે. સારા અલી ખાન પહેલા કેદારનાથ (Kedarnath)અને ત્યારબાદ લખનઉમાં શિવ મંદિર (Shiva temple in Lucknow)માં પૂજા કર્યા બાદ હવે સારા (Sara) ભોલેનાથની નગરી ઉજજૈન (Ujjain)માં દર્શન માટે પહોંચી છે.

મળેલી માહિતી અનુસાર મંદિરએ પહોચ્યા બાદ સારા અલી ખાને મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી અને શિવલિંગ પર જળ પણ ચડાવ્યું હતું. જો કે સારા અલી ખાન શિવભક્તિ કરીને ટ્રોલર્સના નિશાના પર આવી છે. હાલ સારાને સોશિયલ મીડિયા પર તેના મંદિરમાં જવા પર ખુબજ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. વિકી કૌશલ (Vicky Kaushal) અને સારા અલી ખાન તેમની આગામી ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ ના પ્રમોશન માટે દરેક શહેરમાં ફરે છે.

આગામી ફિલ્મના પ્રમોશન માટે સારા ક્યારેક મંદિરમાં પૂજા કરતી તો ક્યારેક દરગાહમાં ચાદર ચઢાવતી જોવા મળે છે. ત્યારે હવે સારા મહાકાલ મંદિરમાં મહાદેવની આરતી કરતી જોવા મળે છે. એક વિડિયો સામે આવ્યો છે જેમાં સારાના કપાળ પર ચંદન અને માથા પર ખેસ છે અને સારા શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે, વિડિયોમાં સારા શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. સારા અલી ખાને શિવલિંગને જળ ચઢાવ્યું હતું અને ભજન કીર્તનમાં લીન જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

વિકી કૌશલ અને સારા અલી ખાનને આ પહેલા પણ શિવ મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. વિકી કૌશલ અને સારા અલી ખાન ભોલેનાથની સામે બેસીને પૂજા કરતા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા પણ સારા કેદારનાથ પહોંચી હતી. જોકે સારાની શિવ ભક્તિ કેટલાક લોકોને પસંદ નથી. મંદિરમાં જઈને પૂજા કરવા બદલ સારા અલી ખાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે શિવ ભક્તિ સાથે સારા અલી ખાનને ખાસ સંબંધ છે. સારાની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ હતી અને જેને બોલિવૂડમાં ઘણી ઓળખ આ ફિલ્મના કારણે મળી છે. વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ આવવાની છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં સારાએ સૌમ્યાનો રોલ કર્યો છે અને વિકીએ કપિલનો રોલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *