ગુજરાત(Gujarat): મધ્યમ વર્ગ પર સતત મોંઘવારી(inflation)નો માર પડી રહ્યો છે. ગૃહિણીઓએ ઘર સંભાળવાનું મુશ્કેલ બની ગયું છે અને બજેટ પણ ખોરવાય ગયું છે. જો વાત કરવામાં આવે તો દૂધ, કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં ભડકો(Increase in edible oil prices) થતાં મહિલાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. લગ્નગાળાની સિઝન વચ્ચે એક જ દિવસની અંદર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.
મોંઘવારીથી પીસાતી સામાન્ય જનતાને વધુ એક કમરતોડ મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. મહત્વનું છે કે, ખાદ્યતેલના ભાવોમાં વધારો થતાં લોકોને ‘અમે જાવી તો જાવી ક્યાં’ જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. મગફળીની આવક છતાં સિંગતેલના તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2770થી વધીને રૂપિયા 2800 પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મગફળીની મબલખ આવક થઈ છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થયું હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં વારંવાર વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો સિંગતેલના ડબ્બામાં 100 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, નાસ્તાનાં પેકેટ-પડીકાની માગમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે સિંગતેલનો વપરાશ અને માગ વધતાં ભાવ ઊંચકાઈ રહ્યા છે. હાલ રૂપિયા 2800માં સિંગતેલનો ડબ્બો વેચાઈ રહ્યો છે. જ્યારે પામોલિન તેલનો ડબ્બો કિંમત 1600 રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બો કિંમત 2100 રૂપિયા વેચાઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.