ક્ષત્રિય સમાજમાં ફરી વળ્યું શોકનું મોજું, રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)થી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે રીબડા(Ribda)ના મહિપતસિંહ જાડેજા(Mahipatsinh Jadeja)નું અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ(Kshatriya society)માં માતમ છવાઈ ગયો છે. જણાવી દઈએ કે, મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના પીઢ ક્ષત્રિય આગેવાન હતા.

મહિપતસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચર્ચિત ગોંડલના રીબડાના વતની હતા. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને ખુબ જ ચર્ચામાં રહેલું નામ હતું. જણાવી દઈએ કે, સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા.

મહત્વનું છે કે, ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજા દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. મહિપતસિંહ જાડેજા દ્વારા ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરવામાં આવી છે અને જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. મહિપતસિંહ જાડેજા માજી ધારાસભ્યની સાથે ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં માતમ છવાઈ ગયો છે.

અમે તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે, પરંતુ રાજકોટ પાસે આવેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યએ જીવતાં જ જગતિયું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું હતું. આ માટે ગોંડલના રીબડામાં વર્ષ 24મે 2019ના રોજ અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ક્ષત્રિય સમાજના મહિપતસિંહ જાડેજા માટે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ આ મરસિયા ગાવામાં આવ્યા હતા. તેની સાથે-સાથે મહિપતસિંહે રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું.

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપણે સૌ રીબડાનું નામ ઘણું સાંભળવા મળ્યું છે. આ દરમિયાન ગોંડલના બે બાહુબલી એવા અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેની રાજકીય લડાઈ દિવસેને દિવસે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી હતી. મહત્વનું છે કે, હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાનો 43,313 મતથી ભવ્ય વિજય પણ થઈ ચુક્છેયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *