ગુજરાત(Gujarat): સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારી(inflation)નો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવ(Amul milk price increased)માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ(GCMMF) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ ભાવવધારો ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં લાગુ પડશે. મહત્વનું છે કે, આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહિ થાય.
Amul has increased prices of Amul pouch milk (All variants) by Rs 3 per litre: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/At3bxoGNPW
— ANI (@ANI) February 3, 2023
કમરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા અને નિરાશાજનક સમાચાર કહી શકાય. અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે.
અમૂલ દ્વારા દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ તાજાનો લીટરનો ભાવ વધીને 54 રૂપિયાએ પહોંચી ગયો છે. તો અમૂલ ગોલ્ડનો લીટરનો ભાવ વધીને 66 રૂપિયાએ પહોંચી ગયો છે. આમ, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે.
અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્કની અડધો લીટરની કિંમત 28 રૂપિયા થઇ ગઈ છે, જ્યારે કે તેના 1 લિટર માટે 56 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ A2 બફેલો મિલ્કની અડધા લિટર કિંમત 35 રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત 70 રૂપિયા કરવામાં આવી છે.
મહત્વનું છે કે, કંપનીએ એક નિવેદનમાં માહિતી આપવામાં આવી છે કે, ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવે છે. કંપનીએ જણાવતા કહ્યું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 %નો વધારો થયો છે અબે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ વધુમાં જણાવતા કહ્યું કે, ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 %નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.