સુરતના પરિવારે પ્રસરાવી માનવતાની સુવાસ- મૃત્યુ પછી પણ ચાર લોકોમાં હંમેશા જીવંત રહેશે બ્રેઈનડેડ ગણેશ

Organ donation of brain dead youth, Surat: બિપોરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી આજે બીજું અંગદાન કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ…

Organ donation of brain dead youth, Surat: બિપોરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી આજે બીજું અંગદાન કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક અંગદાન(Organ donation of brain dead youth, Surat) થયું હતું. સુરત શહેરના કોસડા આવાસ ખાતે રહેતા 28 વર્ષીય બ્રેઈનડેડે ગણેશ કેશુભાઈ પરમારની બે કિડની તથા બે ચક્ષુદાનનું દાન કરવામાં આવ્યું છે.

બિપોરજોય વાવાઝોડા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાયુ હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોના જાનમાલની સલામતી અને જીવનરક્ષાની પ્રાથમિકતા આપી રહી છે. એ જ રીતે હાલ વાવાઝોડાની દહેશત વચ્ચે પણ સુરતમાં અંગદાનની સરવાણી અટકી નથી, એની આજે પ્રતીતિ થઈ છે.

સુરતના કોસાડ આવાસ ખાતે રહેતા 28 વર્ષીય ગણેશ કેશુભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતાં ગણેશને ગંભીર ઈજા થઈ હતી અને તેને તારીખ 14 મી જુન ના રોજ સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તારીખ 16 મી જુને રાત્રે 1:30 કલાકે ન્યુરોફિઝિશ્યન સર્જન ડૉ.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવારજનોને સોટોની ટીમના અને ડોક્ટર નિલેશ કાછડીયા તથા કાઉન્સેલર નિર્મલાએ તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેથી ગણેશ ની માતા અને મામીએ અનુદાનની સમિતિ આપી હતી. આજે બપોરે બ્રાન્ડેડ ગણેશના બે કિડની તથા બે ચક્ષોનું દાન કરવામાં આવ્યું હતું. જ્યારે બે ચક્ષુ ને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા. આમ બે કિડની થકી બે નવી જિંદગી તથા બે ચક્ષો થકી આંખોની રોશની આપવામાં સેવાનું કાર્ય થયું હતું.

નવી સિવિલના પ્રયાસો સિવિલ હોસ્પિટલના સફળ બનવી રહ્યા છે. અને પરિણામે આજે 29મુ અંગદાન કરવામાં આવ્યું હતું. સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃત્તિ આવતા ‘અંગદાન થકી જીવનદાન’ ના મંત્રને સુરતવાસીઓ સાર્થક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *