લાકડા લેવા સીમમાં ગયેલ દેરાણી-જેઠાણી તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા- ગળા અને માથાના ભાગે…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના ભૂલાવડી(Bhulavadi) ગામ નજીક ઝાણું ગામની સીમમાં લાકડા લેવા ગયેલા દેરાણી-જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર, બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી દર્દનાક હત્યા(Ahmedabad Murder) કરી નાખવામાં આવી છે. જોકે, ક્યાં કારણોસર અને કોણે આ ઘાતકી હત્યાના બનાવને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભુલાવડી નજીક ઝાણું ગામની સીમમાં અવવારું જગ્યાએ લાકડા લેવા માટે ગયેલા દેરાણી-જેઠાણીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગામમાં રહેતા ગીતા બહેન અને મંગી બહેન ઠાકોર નામના દેરાણી જેઠાણી દરરોજની જેમ બપોરના સમયે લાકડા લેવા માટે સીમમાં ગયા હતા. જોકે, સામાન્ય રીતે તેઓ બપોરના સમયે ઘરે પાછા આવી જાય છે. પરંતુ ગઈકાલે સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે પાછા ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.

મહત્વનું છે કે, જેમાં બંને દેરાણી જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દેરાણી-જેઠાણીને ગળાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાના ઘા જોવા મળ્યા હતા. દેરાણી-જેઠાણીના મૃતદેહ થોડા અંતરે જ જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક દેરાણી-જેઠાણી રોજ અહીં લાકડા લેવા માટે આવતા હતા.

દેરાણી-જેઠાણીના પરિવારજનોએ જણાવતા કહ્યું છે કે, તેમને કોઈની સાથે ક્યારેય કોઈ ઝઘડો કે કોઈ બાબતે બોલાચાલી પણ થઇ નથી. આ સંજોગોમાં બંનેની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે રહસ્ય હજુ પણ અકબંધ છે. સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને SP સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલમાં આ મામલે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી FSLની મદદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *