બિપોરજોય વાવાઝોડાથી ગાંડાતૂર થયેલા દરિયાએ છીનવ્યો ગરીબનો સહારો

Impact of Cyclone Biporjoy in Dwarka: ગીર સોમનાથના (Gir Somnath) દ્વારકા (Dwaraka) બંદરે દરિયાના તોફાની મોજાથી મકાનો ધરાસાઈ થયાના વિડીયો વાયરલ થયા છે. આ વિડીયો…

Impact of Cyclone Biporjoy in Dwarka: ગીર સોમનાથના (Gir Somnath) દ્વારકા (Dwaraka) બંદરે દરિયાના તોફાની મોજાથી મકાનો ધરાસાઈ થયાના વિડીયો વાયરલ થયા છે. આ વિડીયો ગીર સોમનાથના કોડીનારના મૂળ દ્વારકાનું બંદર હોવાની ચર્ચા સાથે વાયરલ થયો છે. વીડિયોમાં વાવાઝોડાની તીવ્ર અસર વચ્ચે દરિયાઈ મોજાની થપાટ દેખાઇ રહી છે. બિપોરજોય વાવાઝોડાના કહેરથી મકાન પડી રહ્યાનું વીડિયોમાં જોઈ શકાય છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઇ આઠ જિલ્લામાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 74 હજારથી વધુ નાગરિક સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. તેમાં કચ્છમાં સૌથી વધુ 34 હજાર 300 લોકોનું સ્થળાંતર કરાયું છે.

જામનગરમાં 10 હજાર અને દ્વારકામાં 5035 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ પોરબંદરમાં 3469, મોરબીમાં 9243 લોકોનું સ્થળાંતર થાય છે. તથા રાજકોટમાં 6089 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડા થી અસર થઈ શકે તેવા 8 જિલ્લાઓમાં મોટા પાસ સ્થળાંતર થયું છે.અત્યાર સુધીમાં ટોટલ 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે.

જૂનાગઢમાં 4604,કચ્છમાં 34,300,જામનગરમાં 10 હજાર પોરબંદરમાં તેમજ દેવભૂમિ દ્વારકામાં 5035 સાથે ગીર સોમનાથમાં 1605,મોરબીમાં 9243 તેમજ રાજકોટમાં 6089 લોકોનુ સ્થળાંતરિત કરવામાં આવ્યો છે ટોટલ 34 74 હજાર 345 જેટલા નાગરિકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *