Rajasthan: રાજસ્થાનના કોટા શહેરમાં એક લગ્ન ખુબજ ચર્ચામાં છે. હોસ્પિટલમાં દાખલ મહિલા સાથે લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિવારના સભ્યોની હાજરીમાં વર-કન્યાએ લગ્નની વિધિ હોસ્પિટલમાં કરી હતી. હોસ્પિટલમાં એક રૂમ બુક કરવામાં આવ્યો હતો અને તેને શણગારવામાં આવ્યો હતો, જ્યાં લગ્નની વિધિઓ થઈ હતી. હાલમાં દુલ્હન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોટા જિલ્લાના રામગંજમંડી વિસ્તારના ભાવપુરાના રહેવાસી પંકજના લગ્ન શનિવારે રાવતભાટાના રહેવાસી મધુ રાઠોડ સાથે થવાના હતા. છેલ્લા 1 અઠવાડિયાથી બંને ઘરમાં લગ્નની ત્યારીઓ ચાલી રહી હતી. પંકજની જાન શનિવારે નીકળી હતી અને રવિવારે ફેરા લેવાના હતા. આ સમયે મધુ રાવતભાટામાં કન્યા સીડી પરથી પડી હતી અને તેને ઈજા થઇ હતી.
મધુને બંને હાથે ફ્રેક્ચર થયું હતું અને માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તરત જ તેના સંબંધીઓ તેની સાથે કોટા પહોંચ્યા. દુલ્હનને કોટાની એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પંકજના પિતા શિવલાલ રાઠોડ અને મધુના પિતા રમેશ રાઠોડે વાતચીત કરી, ત્યારબાદ હોસ્પિટલમાં જ લગ્નની વિધિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પંકજના કોટા નિવાસી જીજાજી રાકેશ રાઠોડે જણાવ્યું કે અકસ્માત બાદ બંને પરિવારોએ નિર્ણય લીધો કે મધુ અને રાકેશના લગ્ન હોસ્પિટલમાં જ કરવા જોઈએ. આ માટે તેણે સૌપ્રથમ કોટેજમાં રૂમ બુક કરાવ્યો. ત્યાર બાદ હોસ્પિટલમાં લગ્નની વિધિઓ થઈ. વ્હીલચેર પર બેથેલી દુલ્હાને વરરાજાને વરમાળા પેરવી હતી.
આ પછી પંકજે મધુને મંગળસૂત્ર પહેરાવ્યું અને કન્યાની માંગમાં સિંદૂર ભર્યું. જો કે મધુ હજુ ચાલી શકતી ન હતી અને તેથી સાત ફેરાની વિધિ થઈ શકી ન હતી. કન્યા આગામી કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેશે. આવી સ્થિતિમાં તેનો વર અને તેનો પરિવાર પણ કન્યાનું ધ્યાન રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.