RAS ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળાફાંસો ખાઈ લીધો, આપઘાતનું કારણ ધ્રુજાવી દેશે

Suicide of RAS student: રાજ્ય સહિત સમગ્ર દેશમાં આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજસ્થાનના શ્રીગંગાનગર માંથી…

Suicide of RAS student: રાજ્ય સહિત સમગ્ર દેશમાં આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજસ્થાનના શ્રીગંગાનગર માંથી સામે આવી છે. આરએએસ (RAS)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ફાંસી લગાવીને (RAS Student Suicide) આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક તરફ આખી રાત સગાસંબંધીઓ ખબર પૂછવા માટે ફોન કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ વિદ્યાર્થી ફાંસી સાથે આખી રાત લટકતો રહ્યો હતો.

આ સમગ્ર ઘટના શનિવારે સવારે 7 વાગ્યાનો સુરતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીગંગાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સામે આવી હતી છે. ઘટનાની જાણ થતા પોલીસ તરતજ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને સુરતગઢ હોસ્પિટલના મોર્ચરીમાં રાખ્યો હતો.

પરિવાર આખી રાત ફોન કરતો રહ્યો

શહેર પોલીસ સ્ટેશનના એએસઆઈ નૂર મોહમ્મદે જણાવ્યું કે, રાયસિંગનગરના 12 ટીકે ગામમાં રહેતા જ્ઞાનીરામ સ્વામીનો પુત્ર ઉમેશ (Umesh Swami) સુરતગઢના વોર્ડ નંબર 44ની ગણેશ બોયઝ હોસ્ટેલમાં (Ganesh Boys Hostel) રહીને આરએએસની તૈયારી કરી રહ્યો હતો. મળેલી માહિતી અનુસાર ઉમેશ સ્વામી શુક્રવારે સવારે જ પોતાના ગામથી હોસ્ટેલમાં પરત ફર્યા હતા. આ પછી ઉમેશના સંબંધીઓએ તેને રાત્રે તેની ખબર પૂછવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. મોડી રાત સુધી પરિવારજનો સતત ફોન કરતા રહ્યા પરંતુ કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો. 

આ પછી આજે સવારે ઉમેશની માતા અને ભાઈ રાયસિંગનગરથી સવારે 7 વાગે સુરતગઢની પીજી હોસ્ટેલમાં પહોંચ્યા હતા અને તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. ત્યારબાદ દરવાજો તોડ્યો અને અંદર જઈને જોયું ત્યારે ઉમેશ રૂમમાં પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. બનાવને પગલે સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

જમ્યા પછી રૂમની બહાર ન આવ્યો
હોસ્ટેલના ડાયરેક્ટર દીપક વર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઉમેશ શુક્રવારે કોચિંગમાં ક્લાસ શરૂ કર્યા બાદ બપોરે હોસ્ટેલમાં આવ્યો હતો. તેણે બપોરનું ભોજન પણ લીધું છે. ઘટનાની માહિતી શનિવારે સવારે પરિવારજનોને મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. એએસઆઈ નૂર મોહમ્મદે જણાવ્યું કે શરૂઆતમાં એવું બહાર આવ્યું હતું કે યુવકે ગામથી પરત ફર્યા બાદ આત્મહત્યા કરી હતી. ઉમેશ ઘરમાં કોઈ વાતને લઈને માનસિક રીતે પરેશાન હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે

થોડા દિવસોથી બીમાર હતો
તે જ સમયે, સંબંધીઓએ પોલીસને જણાવ્યું હતું કે ઉમેશની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી. તે બીમાર હતો અને તેને ઉલ્ટી અને ઝાડા પણ થઇ ગયા હતા. જેના કારણે તેણે રાત્રે ફોન કરીને તેની તબિયત જાણવા માંગી હતી, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો.

તમને જણાવી દઈએ કે રાયસિંહનગર તહસીલના ગામ 12 TK ના રહેવાસી ખેડૂત ગિનીરામને બે પુત્રો છે. જેમાં ઉમેશ મોટો છોકરો હતો, જ્યારે દેવેન્દ્ર નાનો દીકરો છે. ઉમેશ લગભગ દોઢ વર્ષથી સુરતગઢમાં આરએએસનું કોચિંગ કરતો હતો. જયારે ઉમેશના પિતા ખેડૂત છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતીમાં ઘરેલું વિવાદનો મામલો બહાર આવ્યો છે. જેના કારણે ઉમેશ નારાજ હતો અને તેણે ગત શુક્રવારે રાત્રે આ પગલું ભર્યું હતું. હાલમાં આ મામલે ઉમેશના કાકા સુલતાન રામ વતી કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે સમયે પોલીસ પોસ્ટમોર્ટમની કાર્યવાહીમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *