The girl born with a TAIL: વિશ્વના દેશોમાંથી દરરોજ આવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં એવું કહેવામાં આવે છે કે નવજાત બાળક સામાન્ય બાળકોથી થોડું અલગ છે. કેટલાક કિસ્સાઓમાં તેનું વજન ખૂબ ઓછું અથવા ખૂબ વધારે હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય કોઈ બાળકને પૂછડી હોવાનું પણ કહેવામાં આવે છે. જેને કારણે તેનો પરિવાર તેમજ ડોકટરો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવજાત બાળકી લગભગ 6 સેમી લાંબી પૂંછડી(Tail) સાથે જન્મી હતી. જે સંપૂર્ણપણે ત્વચા અને વાળથી ઢંકાયેલી હતી. આ મામલો મેક્સિકો(Mexico)ના ગ્રામીણ વિસ્તારનો છે. આ જોઈને ડોક્ટરોનો પણ પરસેવો છૂટી ગયો છે.
એક અહેવાલ મુજબ, અહીંની હોસ્પિટલમાં સી સેક્શન ડિલિવરી દ્વારા એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. તેણીને અન્ય કોઈ બીમારીઓ ન હતી, પરંતુ તે પૂંછડી સાથે જન્મી હતી. તેમાં સ્નાયુઓ અને ચેતા પણ હતા.
બાળકી આજ સુધી કોઈ ચેપ કે બીમારીના સંપર્કમાં આવી નથી અને તેના માતા-પિતા પણ સ્વસ્થ છે. આ કેસ વિશેની માહિતી જર્નલ ઓફ પેડિયાટ્રિક સર્જરીમાં પ્રકાશિત કરવામાં આવી છે.
બાળકીની પૂંછડીની લંબાઈ 5.7 સેમી અને વ્યાસ 3.5 મીમી હોવાનું કહેવાય છે. વાળ અને ચામડીથી ઢંકાયેલી પૂંછડીમાં સ્નાયુઓ હતા અને જ્યારે સોય અડતી ત્યારે રડતી હતી.
તેની પીઠના નીચેના ભાગના એક્સ-રે દર્શાવે છે કે પૂંછડીના હાડકામાં કોઈ હાડકાં કે અન્ય અસામાન્યતાઓ નથી. મતલબ કે તે શરીરનો નકામો ભાગ છે. ડોકટરોએ મગજ અને કરોડરજ્જુ સહિત અન્ય કેટલાક અંગોની પણ તપાસ કરી.
બે મહિના પછી, બાળકી અને તેની પૂંછડીની ફરીથી તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે પૂંછડી ઝડપથી વધી રહી છે. આ કારણે ડોક્ટરોએ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પૂંછડી કાઢીને શરીરના પાછળના ભાગને ઠીક કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ યુવતીને ઘરે પરત જવા દેવામાં આવી અને ત્યારથી તે એકદમ ઠીક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.