દેશની સર્વોચ્ચ 10 કંપનીઓમાંની 7 ને ભારે નુકશાન, અંબાણી-અદાણી પણ બાકાત નથી

દેશની અર્થવ્યવસ્થામાં છવાયેલી મંદીની અસર ટોપ કંપનીઓ પર પણ પડી રહી છે. શેરબજાર સતત નીચે પડતું જાય છે. સરકારની થોડા સમય પહેલા થેયલી લોભામણી જાહેરાતથી ઉછાળ જોવા મળ્યો હતો, છતાં ફરી શેરબજાર ખાડામાં બેસી ગયું છે. જણાવી દઈએ કે, ગત અઠવાડીએ દેશની ટોપ 10 ઘરેલૂ કંપનીઓમાંથી 7 કંપનીઓનું માર્કેટ કૈપિટલાઈજેસનમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. HDFCને આ વર્ષે સૌથી વધુ નુકશાન ભોગવવુ પડી રહ્યું છે અને તેની માર્કેટ કેપ 30,000 કરોડ રૂપિયા સુધી ઓછી થઈ ગઇ છે. ત્યાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યૂનિલીવરને પણ ખૂબ મોટુ નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે.

બીજી તરફ કેટલીક કંપનીઓને ફાયદો થતો પણ જોવા મળ્યો છે અને તેના માર્કેટ કૈપિટલાઈજેશનમાં ઉછાળો જોવા મળ્યો છે. જે કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે તેમાની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ અને ઈન્ફોસિસ, આઈટીસીનું નામ પ્રથમ છે. જણાવી દઈએ કે, ગત અઠવાડીએ HDFC બેંકનું માર્કેટ કૈપ 30 હજાર કરોડ રૂપિયા ઘટીને 6,50,446.47 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ હતું.

ICICI બેંકનું માર્કેટ વેલ્યૂ પણ 22,866.93 કરોડ રૂપિયા નિચે આવ્યુ છે અને હાલમાં તે 2,67,265.32 કરોડ રૂપિયા છે. કોટક મહિન્દ્ર બેંકને 15,624.6 કરોડનુ માર્કેટ વેલ્યૂનું નુકશાન ભોગવવુ પડ્યુ છે અને હવે તેમાં માર્કેટ વેલ્યૂ 2,98,413.27 કરોડ રૂપિયા છે. દિગ્ગજ FMCG કંપની હિન્દુસ્તાન યૂનિલીવરનુ માર્કેટ કૈપમાં 14,287 કરોડ રૂપિયની કમી આવી છે. હાલમાં હિન્દુસ્તાન યૂનિલીવરનું માર્કેટ વેલ્યૂ 4,20,774.52 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે. બજાજ ફાઈનેન્સનું માર્કેટ કેપ 9,437.91 કરોડ નીચુ આવ્યું છે. રિલાયન્સ ઈજસ્ટ્રીજનું માર્કેટ કેપ પણ ઘટ્યુ છે. હાલમાં અન્ય કંપનીઓની સરખામણીમાં આ થોડુ ઓછુ કરવામાં આવશે. કારણ કે, રિલાયન્સનું માર્કેટ કેપ 824.08 કરોડ રૂપિય ઘટીને 8,28,808.67 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે.

જણાવી દઈએ કે, TCSનું માર્કેટ કેપિટલાઈજેશનમાં 8,236.49 કરોડ રૂપિયાનો વધારો થયો છે અને હવે તે 7,79,989.45 કરોડ રૂપિયાના આંકડા પર છે. આ રીતે ઈન્ફોસિસનુ માર્કેટ કેપ 4,681.59 કરોડ વધીને 3,40, 704.24 કરોડ રૂપિયા છે દેશની ટોપ ઘરેલૂ કંપનીઓની વાત કરીએ તો તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજ ટોપ પર છે. ત્યાર બાદ TCS,HDFC બેંક, હિન્દુસ્તાન યૂનિલીવર, ઈન્ફોસિસ,ITC, કોટક મહિન્દ્ર બેંક, ICICI બેંક અને બજાજ ફાઈનેન્સનું નામ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *