ગુંડાગીરી: સ્વાગત કરવા ઉભો ન થતા ભાજપના નેતાએ દુકાનદારને ઢોરમાર માર્યો

ભારતીય જનતા પાર્ટી ફરી વખત સત્તામાં આવી એ બાદ પાર્ટીના નેતાઓની દાદાગીરી વધતી જાય છે જે સૌ લોકો સ્વીકારશે. પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા થી માંડીને…

ભારતીય જનતા પાર્ટી ફરી વખત સત્તામાં આવી એ બાદ પાર્ટીના નેતાઓની દાદાગીરી વધતી જાય છે જે સૌ લોકો સ્વીકારશે. પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા થી માંડીને ધારાસભ્યો અને સાંસદો પણ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. આ લોકો સેવા કરવા આવ્યા છે કે દાદાગીરી કરવા એ સમજવું જનતા માટે અઘરું બની ગયું છે.

હાલમાં જ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેણુ દેવીના ભાઈએ ખુબજ સામાન્ય વાતને લઈને એક દુકાનદાર ને ઢોરમાર માર્યો છે. ઘટના બિહાકરના બેતિયા જિલ્લાની છે. બુધવાર રેણુ દેવીના ભાઈ પિનુ એક મેડિકલ દુકાનમાં પહોંચ્યો, તો દુકાનદાર તેના સ્વાગતમાં ઊભો થયો ન હતો અને આ વાતથી નારાજ થઇને પિનુએ દુકાનદારને મારવા લીધો હતો.

પિનુની ગુંડાગર્દી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરે માં કેદ થઈ હતી. પિનુએ પહેલા તો દુકાનમાં જ મારામારી કરી અને પછી ત્યાંથી દુકાનદારને પાવર હાઉસ લઇ ગયો હતો અને ત્યાં પણ તેને માર માર્યો હતો. પોલીસે આ મામલે હજી કેસ દાખલ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે રેણુ દેવી બેતિયા થી ઘણીવાર ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તે ભૂતપૂર્વ મંત્રી પણ હતા. તેમના ભાઈ પર પહેલા પણ આવાં ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે, પરંતુ બહેનની આડમાં હંમેશાં બચી જાય છે.

તાજેતરમાં જ ગુજરાતના ધારાસભ્ય બલરામ થાવાણીનો પણ વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પાણી માટે લડત લડી રહેલી મહિલાને માર મારી રહ્યાં હતા. આ વીડિયો વાયરલ થતાં બલરામ થાવાણીએ માફી માગી હતી અને મહિલાને બહેન બનાવીને રાખડી પણ બંધાવી હતી. આટલુંજ નહિ પણ હાલમાં જ વડોદરાના પ્રિન્સ વિલાના સ્વિમિંગપૂલમાં સ્નાન કરતી મહિલાઓના કથિત વીડિયો ઉતારનાર વિકૃત આકાશ પટેલ પણ ભાજપ IT સેલ નો મેમ્બર છે અને તેણે સંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *