પ્રાણીસંગ્રહાલયમાં સિંહના વાડામાં કૂદી ગઈ આ છોકરી, પછી શું થયું તે તમે પણ જુઓ..

અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલ બ્રોંન્સ પ્રાણીસંગ્રહાલયમાં એક મોટો હાદસો થતાં અટકી ગયો. એક મહિલા મસ્તી મસ્તીમાં જ સિંહના વાળા માં કુદી ગઈ. જ્યારે સિંહ સામે આવ્યો હતો તે તેને ચીડવવા લાગી. પરંતુ થોડા સમય બાદ છોકરી સલામત રીતે પાછી આવી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો છોકરીની ખુબ આલોચના કરી રહ્યા છે. સિંહને સૌથી ખતરનાક જાનવર ગણવામાં આવે છે. આ જાણતી હોવા છતાં પણ છોકરી મસ્તી કરવા માટે સિંહના વાળા માં જ કુદી ગઈ.

https://www.instagram.com/p/B3AikJoB5Mg/?utm_source=ig_embed

આ વિડીયો પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવેલ એક વ્યક્તિએ ઉતારેલો છે. તેણે આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. વિડીયો શેર કરતા તેણે કેપ્શન માં લખ્યું કે,” વિડીયો અંત સુધી જોશો તમે વિશ્વાસ નહીં કરો કે આગળ શું થયું.” અંદર ઘુસતા જ સિંહ સામે આવીને ઊભો રહી ગયો. જેને જોઇ છોકરી હાથ હલાવવા લાગી એને ચીડવવા લાગી. સિંહ ઘણા સમય સુધી જોતો રહ્યો, પરંતુ કંઈ ન કર્યું.

વિડીયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકો આ છોકરીને મૂર્ખ ગણાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે,” આ એક મૂર્ખતા ભર્યું કામ હતું, જો સિંહ હુમલો કરત તો પ્રાણી સંગ્રહાલય વાળા સિંહને જ સજા કરત. તેઓએ નો જોત કે છોકરી જાણીજોઈને વાળા માં કુદી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *