થોડા સમય પહેલા જ દેશભરમાં મહાશીવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. ત્યારે આપણા લોકલાડીલા અને ગરીબોના મસીહા કહેવાતા ખજુરભાઈએ પણ ખાસ રીતે આ મહાશિવરાત્રિની ઉજવણી કરી હતી. તમે બધા જાણો છો કે, થોડા સમય પહેલા જ ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે સગાઇના તાંતણે બંધાઈ ગયા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં ખજુરભાઈ અને મીનાક્ષી દવે મહાદેવની પૂજા કરી રહ્યા છે.
અવારનવાર મીનાક્ષી દવે તેમના ફેન્સ માટે દરેક પળો અને પ્રસંગોના ફોટોસ પણ અપલોડ કરે છે. મહાશિવરાત્રીના દિવસે મીનાક્ષીએ માટીમાંથી જ ખૂબ જ સુંદર શિવલિંગ બનાવી હતી.
શિવલીંગ બનાવ્યા પછી મીનાક્ષી અને ખજૂરભાઈએ બંને એ સાથે મળીને શિવજીની પૂજા-અર્ચના કરી હતી. ખરેખર શિવની પ્રેમભક્તિનો આ વીડિયો તેમના ફેંસને પણ ખૂબ જ ગમ્યો છે.
View this post on Instagram
તમે પણ વીડિયોમાં જોઈ શકશો કે મીનાક્ષી અને ખજૂરભાઈનું બોડિંગ ખૂબ જ સારું છે અને તેઓ બંન્નેની જોડી પણ ખૂબ જ સરસ લાગે છે. હવે બધા ફેંસ એ દિવસની રાહ જોઈ રહ્યા છે કે,ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નનાં બંધનમાં ક્યારેય બંધાઈ છે? ખરેખર ખજૂરભાઈનો સેવાભર્યો સ્વાભવા ના કારણે તેઓ ગુજરાત ભરમાં પ્રખ્યાત થયી ગયા છે અને તેમની લોક ચાહનાને લીધે મીનાક્ષી દવેના followers વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.