ફૂટબોલ રમવા ગયેલા સ્કૂલ ટ્રસ્ટીના એકના એક દીકરાનું દર્દનાક મોત, ધ્રુસકે-ધ્રુસકે રડ્યો પરિવાર

Navsari Accident Dumper Driver Hit Bike: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં કોઈ એક વ્યક્તિની ભૂલના કારણે સમગ્ર પરિવાર સજા ભોગવતો હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના નવસારી (Navsari Accident) ને અડીને આવેલા છાપરા મોગાર રોડ પરથી સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રકે બાઇકને અડફેટે લેતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

ત્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, એક વિદ્યાર્થીનું મોત થયુ છે. મળતી માહિતી અનુસાર તે નવસારીની નામાંકિત સ્કૂલ એ.બી સ્કૂલના ટ્રસ્ટી રાકેશ કાલાવાડિયાનો એકનો એક જ પુત્ર છે, પ્રાપ્ત માહિતી અનુસાર તેનું નામ દર્શ કાલાવાડીયા છે.

દર્શ (ઉંમર વર્ષ 18) એ.બી સ્કૂલમાં સવારે ફૂટબોલ રમવા ગયો હતો, દર્શ 10:15 વાગ્યાની આસ-પાસ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઈટ ભરેલા ટ્રકે વિદ્યાર્થીઓના બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટના પગલે 15 વર્ષીય નિહાર કાલાણી અમે 18 વર્ષીય દર્શ રોડ પર પટકાયા હતા અને દર્શનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે નિહારને ઇજાને પગલે સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. 

જયારે આ સમગ્ર ઘટના વિષે પરિવારના લોકોને જાણ થઇ ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું. અકસ્માતમાં પરિવારના એકના એક દીકરાનું કમકમાટીભર્યુ મોત થતા સમગ્ર પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ઘટના સ્થળે રીમ સાથે દોડી આવી હતી અને પોલિસે ટ્રક ચાલકની અટક કરીને ટ્રક કબ્જે  કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *