1 માર્ચથી બદલાઈ જશે આ નિયમો: સામાન્ય જનતાના ખિસ્સા પર થશે સીધી અસર- આજે જ જાણી લો, નહિતર થશે મોટું નુકશાન

વર્ષનો સૌથી નાનો મહિનો ફેબ્રુઆરી(February) પછી હવે આવતીકાલથી માર્ચ(March) શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનો તમારા ખિસ્સા અને જીવન સાથે સંબંધિત ઘણા મોટા ફેરફારો લાવી રહ્યો છે. તમે આ મહિનાની પહેલી તારીખથી જ LPGના ભાવ(LPG prices)માં મોટો ફેરફાર જોઈ શકો છો. આ સિવાય તમે રેલ્વેનું નવું ટાઈમ ટેબલ(New Time Table of Railways) પણ જોઈ શકો છો. ચાલો માર્ચમાં થનારા આવા કેટલાક મોટા ફેરફારો પર એક નજર કરીએ, જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

LPG અને CNG ની કિંમતો નક્કી કરવામાં આવશે
ગેસ કંપનીઓ મહિનાની પહેલી તારીખે તેમના નવા ભાવ જાહેર કરે છે. ઈન્ડેન જેવી કંપનીઓ મહિનાની 1લી અને 16મી તારીખે ગેસના નવા ભાવ જાહેર કરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, 1 માર્ચે પણ ગેસના ભાવમાં કેટલાક ફેરફાર કરવામાં આવે. તમને જણાવી દઈએ કે બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, અગાઉ 1 જાન્યુઆરીએ વર્ષના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હાલમાં, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા છે.

ATMમાંથી નહિ નીકળે 2000 રૂપિયાની નોટ  
જો તમે પણ ATMમાંથી નીકળતી 2000ની નોટને વટાવવા માટે પરેશાન છો, તો માર્ચ મહિનો તમારા માટે રાહત આપનારો બની શકે છે. દેશની અગ્રણી સરકારી બેંક ઈન્ડિયન બેંકે એક નવો નિર્ણય લીધો છે જે 1 માર્ચથી લાગુ થશે. આ અંતર્ગત ગ્રાહકોને ઈન્ડિયન બેંકના ATMમાંથી 2000 રૂપિયાની નોટ નહીં મળે. આ માટે ગ્રાહકોએ બેંક શાખામાં જવું પડશે. આ નિર્ણય પાછળનું કારણ જણાવતા બેંકે કહ્યું કે, ATMમાંથી રૂ. 2000ની નોટ ઉપાડી લીધા બાદ ગ્રાહકો બ્રાંચમાં આવે છે અને રિટેલમાં લઇ જાય છે. તેને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે હોળી પર શરૂ કરશે સ્પેશિયલ ટ્રેનો 
હોળીના તહેવાર પર લોકોની ભીડને જોતા રેલ્વે માર્ચમાં ઘણી નવી સ્પેશિયલ ટ્રેનોને લીલી ઝંડી આપશે. ભારતીય રેલ્વેએ 1 માર્ચથી કેટલીક વિશેષ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે, મહાનગરોમાં કામ કરતા લોકોને તેમના ઘરે જવા માટે ઘણી સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે, રેલવેએ વિવિધ રૂટ પર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો દિલ્હી, મધ્યપ્રદેશ, મુંબઈ સહિત અનેક રૂટ વચ્ચે દોડશે. આમાં કેટલીક ટ્રેનો ચાલવા લાગી છે. તે જ સમયે, કેટલીક ટ્રેનો 1 માર્ચ, 2023 થી કાર્યરત થશે.

બેંક રજા
માર્ચ મહિનો બેંક રજાઓના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો તમારું કોઈ કામ બેંકોમાં પેન્ડિંગ છે, તો પહેલા બેંક હોલીડે કેલેન્ડર ચોક્કસપણે તપાસો. હોળી અને નવરાત્રી જેવા ઘણા મોટા તહેવારો માર્ચ મહિનામાં આવી રહ્યા છે. આ કારણોસર માર્ચમાં બેંકો 12 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે લાંબા સમયથી બેંક સાથે સંબંધિત કોઈ કામ સ્થગિત કરી રહ્યાં છો, તો તેને તરત જ પતાવી દો.

રેલવે બદલશે ટાઈમ ટેબલ 
રેલવે માર્ચમાં પોતાની ઘણી ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરી શકે છે. તેની યાદી માર્ચમાં જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 માર્ચથી હજારો પેસેન્જર ટ્રેનો અને 5,000 ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે આ મહિને ટ્રેનમાં મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છો અને રજાઓ પર જવા માંગો છો, તો તમારે એકવાર નવું ટાઈમ ટેબલ અવશ્ય જોવું જોઈએ.

સોશિયલ મીડિયા સંબંધિત બદલાશે નિયમો 
માર્ચ મહિનામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે. તાજેતરમાં ભારત સરકારે IT નિયમોમાં ફેરફાર કર્યો છે. ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે ભારતમાં નવા નિયમોનું પાલન કરવું પડશે. IT નિયમોમાં આ ફેરફારો ધાર્મિક લાગણીઓને ભડકાવતી પોસ્ટ પર લાગુ થશે. આવા વપરાશકર્તાઓને દંડ સિવાય અન્ય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ નિયમો 1 માર્ચથી અમલમાં પણ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *