પ્રખ્યાત મોડેલને મોતને ઘાટ ઉતારી મૃતદેહની એવી હાલત કરી કે, પોલીસ પણ જોઇને આંખ બંધ કરી ગઈ

Killing of Abby Choi: આ ઘટના હોંગકોંગની એક મોડેલની છે જે છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. તેની ઘણી શોધ કર્યા પછી પણ,તેના વિષે કઈ માહિતી…

Killing of Abby Choi: આ ઘટના હોંગકોંગની એક મોડેલની છે જે છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. તેની ઘણી શોધ કર્યા પછી પણ,તેના વિષે કઈ માહિતી મળતી ન હતી.ત્યારબાદ પોલીસને ખબર પડી કે એક મહિલાના કપાયેલા પગ એક ઘરના ફ્રિજમાંથી મળી આવ્યા હતા. તપાસ કરતા, તે જાણવા મળ્યું કે આ ગુમ થયેલ મોડેલના શરીરનો એક ભાગ છે.

આ મોડેલ ના ફોટા અને વિડિઓઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. દરેકને તેની સાથે જે બન્યું તેનાથી ખુબ આશ્ચર્ય થાય છે. આ મોડેલનું નામ એબી ચોઇ હતું. જેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મોડેલની હત્યા કર્યા પછી, તેના મૃતદેહને ટુકડા કરી દેવામાં આવ્યા હતા. જેના મૃતદેહના પગ ફ્રીઝ માંથી મળી આવ્યા હતા.જ્યારે પોલીસને હજી બાકીનો મૃતદેહ મળ્યો નથી. આ હોંગકોંગનો કેસ છે. આ કિસ્સામાં, પોલીસે ચોઇના ભૂતપૂર્વ પતિ અને તેના સંબંધીઓ સામે હત્યાનો ગુનો દર્જ કર્યો છે. આ બાબતે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના કહ્યા અનુસાર કે, પોલીસને ત્યાં મુકેલા સૂપના વાસણોમાં લાશના અવશેષો મળ્યા છે. એક નિવેદન જારી કરીને પોલીસે કહ્યું કે હોંગકોંગની મોડલ એબી ચોઈની હત્યામાં તેના પૂર્વ સસરા અને તેના સસરાના મોટા ભાઈ પર પણ હત્યાનો આરોપ છે. મોડલના 28 વર્ષીય ભૂતપૂર્વ પતિની શનિવારે ઓફિસરો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી. સાથે સાથે તેના  ભૂતપૂર્વ સાસુ દ્વારા ન્યાયમાં અવરોધ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મોડલ ઘણા દિવસોથી ગુમ હતી, છતાં તેણી ક્યાં ગઈ હતી તે કોઈને ખબર ન હતી.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પોલીસ અધિકારીઓને શુક્રવારે હોંગકોંગના તાઈ પો ગામમાંથી તેના શરીરના ટુકડા મળ્યા. આ ફ્રીજ ગામમાં જ એક ઘરમાં રાખવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકે કહ્યું કે, આ ઘરમાંથી અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. તેમાં મીટ ગ્રાઇન્ડર, કરવત, રેઈનકોટ, મોજા અને માસ્કનો સમાવેશ થાય છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે એબી ચોઈનો તેના પૂર્વ પતિ અને તેના પરિવાર સાથે નાણાકીય વિવાદ ચાલી રહ્યો હતો.

પોલીસને ફ્રિજમાંથી એક મહિલાનો કપાયેલો પગ મળ્યો હતો. ત્યાં સુધી એ સ્પષ્ટ થયું ન હતું કે આ પગ ચોઈના છે કે અન્ય મહિલાના. પરંતુ જ્યારે ઘરની તલાશી લેવામાં આવી ત્યારે ઘરમાંથી ચોઈનું ઓળખ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય સામાન પણ મળી આવ્યો હતો. આનાથી પુષ્ટિ થઈ કે કપાયેલો પગ તેનો હતો. ઘટનાસ્થળે ચોઈનું માથું, ધડ અને હાથ મળ્યા ન હતા. પોલીસ હજુ પણ આ ભાગોને શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *