બીજેપી નેતા સાથે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવા બદલ મહિલાઓએ નેતાને રસ્તાની વચ્ચે ખરાબ રીતે માર માર્યો હતો. મહિલાઓએ નેતા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો, ત્યારપછી નેતાને રસ્તા વચ્ચેના ચોક પર મહીલા દ્વારા માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યા બાદ નો મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા ભાજપ નેતાનો કોલર પકડીને ખરાબ રીતે માર મારી રહી છે. સાથે-સાથે મહિલા વીડિયોમાં વ્યક્તિ પર દરરોજ તેની સાથે દુર્વ્યવહાર અને પીછો કરવાનો આરોપ લગાવી રહી છે. આ સિવાય અન્ય એક મહિલા વીડિયોમાં તે પુરુષની મોટરસાઈકલ તોડતી જોવા મળી રહેલ છે.
આ ઘટના જોઈ રહેલા લોકોના જણાવ્યા અનુસાર, તે યુવક પોતાને રાષ્ટ્રીય પાર્ટીનો નેતા ગણાવતો હતો અને વાયરલ વીડિયોમાં મહિલા દ્વારા મારપીટ કરવામાં આવી હતી. તે ઓમપ્રકાશ સદર તહસીલ વિસ્તારનો હોવાનું કહેવાય છે. આ વીડિયો લગભગ થોડા દિવસ જૂનો હોવાનું કેહવામાં આવી રહ્યું છે.
छेड़छाड़ का आरोप….और पिट गए नेता जी…!
बीच सड़क पर महिलाओं ने भाजपा नेता को धुना….वीडियो वायरल।#Siddharthnagar pic.twitter.com/O2IF6fRf2W
— Himanshu Tripathi (@himansulive) February 27, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મહિલાઓ નેતાને ખરાબ રીતે મારતી જોવા મળી છે. આ સાથે નેતા પર છેડતીનો આરોપ લગાવ્યો છે. આ સાથે વીડિયોમાં મહિલા પુરુષને ચપ્પલથી ખરાબ રીતે મારતી હોય છે અને કોલર પકડીને સબક શીખવવાની વાત કરી રહી છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, આ વીડિયો સિદ્ધાર્થ નગરનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે તે હવે 100 નંબર પર ફોન કરી રહી છે, સાથે જ કોલર પકડીને તે નેતાને ચાર રસ્તા પર મારતી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.