અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર શનિવારના રોજ ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં ડિવાઈડરનો આ રોડ એટલે કે સળિયો કારની આરપાર પસાર થઈ ગયો હતો. સોમાટણે(Somatane) ફાટા પર ડિવાઈડરનો આખો રોડ(સળિયો) કારની બરોબર વચ્ચેથી આરપાર નીકળી જવા પામ્યો હતો. જો કે રામ રાખે એને કોણ ચાખે કહેવત અહિયાં સાચી પડી છે. એટલે કે કારમાં બેઠેલા ત્રણ લોકો આબાદ બચી ગયા હતા.
મહત્વનું છે કે, અકસ્માતના ફોટો જોયા પછી તો એવું લાગે છે કે, અંદર બેઠેલા પ્રવાસીઓની શું હાલત થઈ હશે. પણ સદનસીબે સળિયો તેમની વચ્ચેથી પાર થયો હતો અને જેને કારણે કોઈના મોત થયા નહોતા. આ ભયંકર અકસ્માતમાં એક પ્રવાસીને થોડી ઈજા થઈ હતી અને એને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શુક્રવારના રોજ સવારના થયેલા ભીષણ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક્સપ્રેસ વે પરના ઉર્સે ગામ પાસે થયાની માહિતી શિરગાવ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. આ દર્દનાક અકસ્માત મુંબઈથી પુણે જતા સમયે થયો હતો. એમાં આગળ જઈ રહેલી ટ્રક સાથે પુરપાટ ઝડપે ચલાવાઈ રહેલી કાર પાછળથી જોરદાર અથડાઈ હતી અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સવારના સાડા સાત વાગ્યના સુમારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અકસ્માત ગ્રસ્ત કાર મુંબઈથી પુણે બાજુ જઈ રહી હતી. ઉર્સે ગામ નજીક ડ્રાઈવરનું કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ ગંભીર અકસ્માતમાં ડ્રાઈવર સહિત કારમાં બેઠેલા અન્ય બે પ્રવાસીના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના બોનેટ સહિત આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.